ઇન્ડિયન, ભારત, એચ.પી. અને રિલાયન્સના 118 ગેસ સિલિન્ડર કબજે કર્યાં
ગેસ એજન્સીના કર્મચારીઓ જ ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હતા
વડોદરા: ભરેલા ગેસ સિલિન્ડર્સમાંથી ગેસ ચોરી કરવાનું કૌંભાડ વડોદરા પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે આ ગુનામાં 3 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે ફરાર
થઇ ગયેલા 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.
બાતમીને આધારે રેડ કરતા કૌભાંડ બહાર આવ્યું
1.પી.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ. આર.સી. કાનમીયાએ જણાવ્યું હતું કે, પી.એસ.આઇ. એ.ડી. મહંતને મળેલી બાતમી મળી હતી કે, સિટી પોલીસ મથકની હદમાં નિલેશ હરીશ કહાર, હરીહર એપાર્ટમેન્ટની પાછળ કુતરાવાડીમાં ધ્રવુસ ગેસ એજન્સીના ભરેલા સિલિન્ડર્સમાંથી ગેસ ચોરી કરીને ખાલી સિલિન્ડરોમાં પાઇપ દ્વારા ગેસની ચોરી કરી રહ્યા છે. પોલીસે દરોડો પાડી હિતેષ ગોરજી વસાવા (રહે. સયાજીપુરા), ફૈઝાનખાન બસીરખાન પઠાણ (રહે. વાડી બાવામાનપુરા), મહેશ રમેશ ગોદડીયા (રહે. વાડી વુડાના મકાન) અને પરવેઝ વાઝીદ શેખ (રહે. માંડવી)ની ધરપકડ કરી હતી. જ્યારે નિલેશ કહાર સહિત 4ને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.
🖊 અરૂણોદય ન્યૂઝ🖊 ફરીદ ખાન ચૌહાણ🖊






No comments:
Post a Comment