તા.૧૯/૨ ના પાલનપુરની યુવતીએ કૂવામાં ઝંપલાવ્યું, બે કલાક રેશક્યુ ચાલ્યું....
પાલનપુરના સોનબાગ વિસ્તારની એક મહિલાએ રાત્રિના સમયે કૂવામાં ઝંપલાવ્યું હતું.
પાલનપુરના સોનબાગ વિસ્તારની એક મહિલાએ રાત્રિના સમયે કૂવામાં ઝંપલાવ્યું હતું.
જેની શોધખોળ બાદ સવારે જાણ થતા બે કલાક સુધી રેસ્ક્યુ ચાલ્યું હતું. ત્યારબાદ મૃતક યુવતીની લાશને બહાર કાઢવામાં આવી હતી
. આ ઘટનાના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે.
આ ઘટના આ સ્લેમપુરા વિસ્તારની છે.
અહીના સોનબગ વિસ્તારમાં રહેતા ઉષાબેન અમૃતભાઈ પરમાર રાત્રિના સમયે અચાનક ઘરેથી નીકળી ગયા હતા
. જેમની પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ પણ પત્તો લાગ્યો ન હતો
. ત્યારે સલેમપુરા પાસે અવાવરૂ કુવા પાસે પાણી ભરવા ગયેલી કેટલીક મહિલાઓને જાણ થતા હતા ફાયર ફાઈટરને તેની જાણ કરવામાં આવી હતી.
જેથી ફાયર ફાઈટરના સ્ટાફે ઘટના સ્થળે પહોચી
રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ખાટલો બાંધીને બે વ્યક્તિઓને અવાવરૂ કુવામાં ઉતાર્યા હતા. બે કલાક ચાલેલા આ રેસ્ક્યૂ ઓપરેશન બાદ મૃતક મહિલાની લાશને બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાના પગલે પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે.
સોયબ બેલીમ અરૂણોદય ન્યૂઝ.પાલનપુર





No comments:
Post a Comment