ઉમાકાન્ત માંકડ પ્રદેશ અધ્યક્ષ ગુજરાત કોંગ્રેસ વિચાર મંચ
પક્ષ બદલવો સહેલો છે, પણ સંસ્કાર વીસરવા અઘરા છે...... ગુજરાત કૉંગ્રેસ વિચાર મંચ પ્રદેશ અધ્યક્ષ શ્રી ઉમાકાન્ત માંકડ સાહેબે તાજેતર માં આશાબેન પટેલે કોંગ્રેસ પક્ષ માથી ધારાસભ્ય પદે થી અચાનક રાજીનામુ આપતા એક નિવેદન આપતા ગુજરાત કૉંગ્રેસ વિચાર મંચ પ્રદેશ અધ્યક્ષ શ્રી એ જણાવ્યું હતું કે આશાબેન અર્થહીન લવારી તો તમે કરી નાંખી પણ શું એ સત્ય નથી કે .........
૨૦૧૨ માં તે સમયના મહિલા કોંગ્રેસ ના પ્રદેશ અધ્યક્ષા ની અસહમતી છતાં આપ ને ઉમેદવારી મળી ?
આપના પરાજય પછી આપે જીલ્લા મહિલા કોંગ્રેસ ના પ્રમુખ પદે થી રાજીનામું આપ્યું કારણકે આપના ઉપર તે સમયના સત્તાધીશોનું દબાણ હતું તે સત્ય નથી ?
૨૦૧૭ માં આપની ઉમેદવારી નો વિરોધ છતાં આપને કોંગ્રેસ ના બાહ્ય પરીબળો ને કારણે જ્ઞાતિ આધારીત રાજકારણે ઉમેદવારી મળી તે સત્ય નથી ?
આપ પાયાવિહીન આક્ષેપો ને આપના ભાવી રાજકારણ નો આધાર બનાવી રહ્યા છો ત્યારે આપના ઉપર કેટલો કાદવ ઉછળી શકે તેમ છે તે તો આપ જાણતા જ હશો.
કોંગ્રેસ પક્ષ ના વરિષ્ઠો વિરૂધ્ધ આપના નિવેદન સબબ માફી માંગી ગુમાવેલ સંસ્કારો પાછા મેળવવા પ્રયાસ કરશો એ રાજકારણની સ્વચ્છતા નું એક કદમ બની રહેશે.
ફરીદ ખાન ચૌહાણ અરૂણોદય ન્યૂઝ






No comments:
Post a Comment