ખંભાળિયા ,તા .12 ફેબ્રુઆરી 2019. મંગળવાર
ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામે યોજાયેલા લગ્ન પ્રસંગે જાન પરત આવ્યા બાદ જાનૈયા દાંડિયા રાસ રમતા હતા. ત્યારે ઉત્સાહમાં આવી ગયેલા એક મહેમાને તેમની બંદૂકમાંથી ભડાકો કરતા કાર્ટીસ ના છરા લાગતા ગંભીર ઇજા થતાં મહિલાનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી.
બનાવની વિગત મુજબ ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા ભુપતભાઈ ટપુભાઈ ગોજીયા ના પુત્ર ના લગ્ન હોવાથી લગ્ન કરી જાન પરત કલ્યાણપુર ગામે આવી હતી. જ્યાં તેમના પરિવારજનો તથા મહેમાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા .જાન જોવા તેમના સંબંધી રાણાભાઇ ગોવિંદભાઈ પરમાર (ઉમર વર્ષ 60) તથા તેમના પત્ની પૂંજીબેન રાણા ભાઈ પરમાર (ઉમર વર્ષ 55) આવ્યા હતા .અને જાનૈયાઓ દાંડિયા રાસ રમી રહ્યા હોય તે જોતા હતા.
તે દરમિયાન ઉત્સાહમાં આવી ગયેલા અરજણભાઈ પાલાભાઈ ડાંગર( રહે.કલ્યાણપુર) એ પોતાના કબજામાં રહેલી બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું .ભડાકા ને કારણે અકસ્માતે કાર્ટીસ ના છરા પૂંજીબેનને માથા , કપાળ તથા મોઢાના ભાગે વાગતા તેમને ગંભીર ઈજા થતા તેમનુ મૃત્યુ નીપજયું હતું .આ બનાવ અંગે મૃતકના પતિ રાણાભાઇ ની ફરિયાદ પરથી પોલીસે ભાણવડ પોલીસે અરજણભાઈ ડાંગર સામે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ વાય.જી. મકવાણા એ હાથ ધરી છે.
🖊 અરૂણોદય ન્યૂઝ🖊ફરીદ ખાન ચૌહાણ





No comments:
Post a Comment