મહેસાણામાં ઉદલપુર હાઇવે કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા છે. એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. જેને સારવાર અર્થે મહેસાણાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતના પગલે હાલ ઉદલપુર હાઇવે પર અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, મહેસાણામાં ઉદલપુર હાઇવે પર પૂરપાટ ઝડપે આવતી કાર રિક્ષા સાથે અથડાતા ચાર લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. જ્યારે એકની હાલત ગંભીર છે, ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિને મહેસાણાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. રિક્ષામાં સવાર તમામ લોકોના મોત થયા છે. અકસ્માતમાં મૃતક બહુચરજીના દેલવાડા ના રાવળ સમાજના હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. અકસ્માતા એટલો ગંભીર હતો કે રિક્ષાનો કચરઘાણ વળી ગયો હતો. હાઇવે પરની આસપાસ રહેતા લોકોએ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.





No comments:
Post a Comment