નવી દિલ્હી: દિલ્હીમાં છેલ્લાં 3 દિવસમાં આગ લાગવાની આ ત્રીજી ઘટના બની છે. ગુરુવારે સવારે નારાયણ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગને નિયંત્રણ કરવા 23 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગ સવારે સાત વાગ્યાની આસપાસ લાગી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે, જ્યાં આગ લાગી છે તે આર્ચિઝની ફેક્ટરી છે. આગમાં લાખોનો સામાન ખાખ થઈ ગયો છે. જોકે આ ર્દુઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાની માહિતી મળી નથી.
આ પહેલાં દિલ્હીના કરોલબાગમાં આવેલા અર્પિત પેલેસ હોટલમાં મોડી રાતે આગ લાગી હતી. તેમાં 17 લોકોના મોત થયા હતા. જ્યારે બુધવારે દિલ્હીની પશ્ચિમપુરી વિસ્તારમાં ભીષણ આગના કારણે 250 ઝૂપડાં સળગીને ખાખ થઈ ગયા હતા.
અરૂણોદય ન્યૂઝ





No comments:
Post a Comment