દેશમાં અમન અને શાંતિના સંદેશા સાથે પોરબંદરના 15 સિનિયર સિટીઝનો દ્વારા પદયાત્રા નીકળી હતી
પોરબંદર: પોરબંદર જિલ્લાના 15 સિનિયર સિટીઝનો દેશમાં અમન અને શાંતિના સંદેશા સાથે પોરબંદરથી હરિદ્વાર 1700 કિમીની પદયાત્રાએ 6 માર્ચના રોજ પોરબંદરના સુદામા ચોકથી નીકળ્યા હતા. ગઇ કાલે સાંજે આ પદયાત્રીઓ પર રાજસ્થાનના પુલવા નજીક અજાણ્યો ટ્રક ફરી વળતા ઘટનાસ્થળે 4ના મોત થયા હતા અને 6ને ઇજા પહોંચતા તેઓને પ્રથમ રાજસ્થાન હોસ્પિટલ અને વધુ સારવાર માટે બેને અમદાવાદ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. મૃતકમાં કુતિયાણાના અમર ગામના ધાનીબેન ચનાભાઇ ભૂતિયા (ઉ. 80), જાહીબેન રાજશીભાઇ મોઢવાડીયા (ઉ.65), કિંદરખેડા ગામના લીરીબેન લખમણભાઇ મોઢવાડિયા (ઉ.65) અને રાજાભાઇ નાથાભાઇ મોઢવાડિયા (ઉ.60)નો સમાવેશ થાય છે.
દર વર્ષે આ ગ્રુપ 1000 કિમીની પદયાત્રા યોજે છે
આ સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા દર વર્ષે 1 હજાર કિમીની પદયાત્રા અલગ અલગ સ્થળોએ યોજવામાં આવે છે. આ વર્ષે પોરબંદરથી હરિદ્વાર સુધીની પદયાત્રાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ગ્રુપ દ્વારા યાત્રાના રૂટમાં આવતી હોટલ કે ધર્મશાળામાં રોકાવાને બદલે જમીન પર જ હાથે રસોઇ બનાવી આગળ વધે છે. હરિદ્વાર સુધીની પદયાત્રામાં પુંજાભાઇ નાગાભાઇ સુંડાવદર સામાન સાથે ટ્રેક્ટર લઇ જોડાયા છે. આ સિનિયર સિટીઝનોએ 800 કિલોમીટરની યાત્રા પૂર્ણ પણ કરી ચૂક્યા હતા.





No comments:
Post a Comment