WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Saturday, March 9, 2019

ભાજપમાં જોડાવવાને લઇને અલ્પેશ ઠાકોરે સસ્પેન્સ ખોલ્યું



ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલું છે, કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જોડાઇ રહ્યા છે, ત્યારે રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લઇને ભાજપમાં જોડાવવાને લઇને સસ્પેન્સ ખતમ થઇ ગયું છે. અલ્પેશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપમાં જોડાવવાની વાતને લઇને તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે.

અલ્પેશ ઠાકોરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, સત્તા બધાને સારી લાગે છે. જેથી હું મારા સમાજના લોકો માટે બધુ કરી શકીશ, જ્યાં સુધી મારી ભાજપમાં જોડાવવાની વાત છે, તો હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે, હું કોંગ્રેસ નહીં છોડું. હું પાર્ટીમાં જ રહીને મારા સમાજના લોકો માટે સર્વાંગી વિકાસ કરીશ.
કોંગ્રેસ માં જ રહીશ કહીને તેણે જણાવ્યું હતું કે, છેલ્લા લાંબા સમયથી મારી નારાજગીની ચર્ચા હતી. મારે મંત્રી બનવું હોત તો છ મહિના પહેલા બની ગયો હતો. હું મંત્રી બનવા માંગતો હતો.

અલ્પેશે આજે લોકસભાની ચૂંટણી પણ નહીં લડવાનો નિર્ણય લોકો સામે રજૂ કર્યો હતો, તેમણે જણાવ્યું કે, હું લોકસભાની ચૂંટણી લડવાનો નથી, સાથે મારી પત્ની પણ રાજકારણમાં નહીં આવે. મારી પત્ની મારા પરિવારની સેવા કરશે. તેનાથી વિશેષ કંઇ જ નથી.
અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, હું લોકોનાં જનાદેશથી કોંગ્રેસ પાર્ટીમાં ગયો હતો. કોંગ્રેસથી મારી કોઇ નારાજગી નથી. તેમને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા મંત્રીઓને પણ શુભેચ્છા પાઠવી હતી. મારી સાથે લાખો યુવાનો જોડાઇને કામ કરશે, પરંતુ હું દબાણમાં કામ કરવા માંગતો નથી.
અલ્પેશે વધુમાં કહ્યું કે ઈમાનદારીથી કહું છું કે મેં મંત્રી પદ વિશે વિચાર્યુ હતું. હું મંત્રી બનું, આ કામ કરું, તે કરું. મારી સાથે જોડ઼ાયેલા લોકો ગરીબ છે. પોતાના ઘર નથી, શિક્ષણ નથી, રોજગાર નથી, ખાવાના પણ વાંધા છે, તેમના માટે હવે કામ કરવા છે. અમારો ખુબ સંઘર્ષ છે. અલ્પેશે પોતે એકલતામાં ઘણીવાર રોયો  હોવાની  પણ કબૂલાત કરી હતી. આ સાથે અલ્પેશે ભાજપમાં જોડાવવા મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી દીધી છે. હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું છે.

1 comment:

Total Pageviews