ગોવાના નવા મુખ્યમંત્રી તરીકે પ્રમોદ સાવંતે રાજ ભવન ખાતે શપથ લીધા છે. તેમની સાથે મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના સુદિન ધાવલિકર અને ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજાઈ સરદેસાઇ સહિતના નેતાઓએ પણ રાજ ભવનમાં કેબિનેટ મંત્રીઓ તરીકે શપથ લીધા છે. સુદિન ધવલીકર અને વિજય સરદેસાઈ બંનેને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.
આ પહેલા મનોહર પર્રિકરના અંતિમ સંસ્કારના એક કલાકની અંદર જ ધારાસભ્ય દળની બેઠકમળી હતી. જેમાં રાજ્યના આગામી મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના નામ પર મહોર મારવામાં આવી હતી. બેઠકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર રહ્યા હતા.
વ્યવસાયે આયુર્વેદ ચિકિત્સક છે સાવંત: સાવંત ઉત્તરી ગોવા સ્થિત સેનક્કવિલમ વિધાનસભા સીટના ધારાસભ્ય છે. તેઓ વ્યવસાયે આયુર્વેદ ચિકિત્સક છે. સાવંતની ગણતરી પર્રિકરના નજીકના લોકોમાં થાય છે. પ્રમોદ સાવંત કરોડોની સંપત્તિના માલિક છે. તેમની પાસે 3.66 કરોડની સંપત્તિ છે. જો કે સાદગીના મામલે સાવંત, પર્રિકરથી અલગ છે. પર્રિકરની પાસે એક ઈનોવા કાર હતી અને એક સ્કૂટર હતું, જ્યારે સાવંતની પાસે 5 કાર છે.
વિધાનસભાની સ્થિતિ: 40 સભ્યવાળી ગોવા વિધાનસભામાં હાલ 36 ધારાસભ્યો છે. ભાજપ ધારાસભ્ય ફ્રાંસિસ ડિસોઝાનું ગત મહિને નિધન થયું હતું, જ્યારે કોંગ્રેસના 2 ધારાસભ્યોએ ગત વર્ષે રાજીનામાં આપ્યાં હતા.
કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો: ગોવાના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગિરીશ ચોડાંકરે દાવો કર્યો કે સરકાર બનાવવા માટે બિન કોંગ્રેસી ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. અમે રણનીતિ તૈયાર કરી રહ્યાં છીએ, આશા છે કે ટૂંક સમયમાં જ રાજ્યપાલ મૃદુલા સિન્હા અમને સરકાર બનાવવાની તક આપશ.ે આ વચ્ચે રાજ્યપાલને લખેલા પત્રમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત બાબૂ કવલેકરે કહ્યું કે પર્રિકરના નિધન પછી ભાજપના કોઈ સહયોગીઓ સાથે રહ્યાં નથી, એટલે સૌથી મોટી પાર્ટી હોવાને કારણે કોંગ્રેસને સરકાર બનાવવાની તક આપવી જોઈએ.





No comments:
Post a Comment