WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Sunday, March 17, 2019

કોંગ્રેસની 22 બેઠકો પર ઉમેદવારોના નામની યાદી



લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા જોર શોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસની બાકી રહેલી 22 બેઠકોના નામની યાદી  જેમા વલસાડ બેઠક ઉપર કોંગ્રેસના ત્રણ લોકોની દાવેદારી નોંધાવવામાં આવી છે. કિશન પટેલ, જીતુ ચૌધરી અને અનંત પટેલની વલસાડથી દાવેદારી નોંધાવી છે. તો કચ્છ બેઠક ઉપર પણ ત્રણ લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમા નરેશ મહેશ્વરી, કોકીલા પરમાર અને નૌશાદ સોલંકીએ દાવેદારી નોંધાવી છે.

બનાસકાંઠા ત્રણની દાવેદારી ચોથા નામની વિચારણા કરવામાં આવી છે જેમા ગોવા દેસાઈ, લાલજી દેસાઈ અને દિનેશ ગઢવીની દાવેદારી સામેલ છે. જ્ઞાતિ આધારીત સમીકરણ અંગે ચોથૂ નામ ભટોળનું નામ સામે આવ્યું છે. તો બીજી તરફ અમરેલી બેઠક ઉપર ત્રણ લોકોની દાવેદારી નોંધવામાં આવી છે. જેમા જેની ઠૂમ્મર, કોકીલા કાકડિયા અને પ્રતાપ દૂધાતની દાવેદારી નોંધવામાં આવી છે.
અમદાવાદ પૂર્વની બેઠક પર બે લોકોની દાવેદારી નોંધવામાં આવી છે. જેમા હિમાંશુ પટેલ અને રોહન ગુપ્તાના નામની દાવેદારી કરી છે. તો ખેડા બેઠક ઉપર પાંચ લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમા બીમલ શાહ, દિનશા પટેલ, નટવરસિંહ ઠાકોર, ધૂરૂભાઈ ચાવડા અને કાળૂસિંહ ડાભીએ પણ દાવેદારી નોંધાવી છે.દાહોદ બેઠક ઉપર ચાર લોકોએ નોંધાવી દાવેદારી. જેમા બાબુ કટારા અને તાના પુત્ર ભાવેશ કટારાનું નામ પણ સામેલ છે. તે સિવાય પ્રભાબેન તાવિયાડ અને ચંદ્રીકા બારિયાની પણ દાવેદારી નોંધવામાં આવી છે.

નવસારીમાં ત્રણ લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમા ધર્મેશ પટેલ, રવિન્દ્ર પાટીલ અને થારાચંદ કારટનું નામ સામેલ છે. મહેસાણા બેઠક પર ત્રણ લોકોએ નોંધાવી દાવેદારી
જી એમ પટેલ, કીરીટ પટેલ અને કીર્તિસિંહ ઝાલાએ દાવેદારી નોંધાવી છે. સાબરકાંઠા બેઠક પર ત્રણ લોકોએ દાવેદારી નોંધાવી છે. મહેન્દ્રસિંહ બારિયા, રાજેન્દ્રસિંહ કુંપાવતના નામ સામે આવ્યા છે. તે સિવાય MLA રાજેન્દ્ર ઠાકોરની પણ સા. કાંઠા બેઠક પર દાવેદારી નોંધાવીછે.
તો ગાંધીનગરમાં એક માત્ર સી જે ચાવડા દાવેદારી નોંધાવી છે. પરંતું ભાજપમાથી કેન્દ્રીય નેતા લડે તો નામ બદલાઈ શકે. સુરેન્દ્રનગર બેઠક પર ચાર લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમા સોમા પટેલ, લાલજી મેરએ સહિત ઋત્વીક મકવાણા અને કલ્પનાબેન મકવાણાએ દાવેદારી નોંધાવી છે. રાજકોટ બેઠક ઉપર ચાર લોકોએ નોંધાવી દાવેદારીલલીત કગથરા, વર્વશી પટેલે દાવેદારી નોંધાવી છે. હેમાંગ વસાવડા અને હિતેષ વોરોની પણ દાવેદારીમાં નામ સામેલ છે.
પોરબંદર બેઠક પર બે લોકોમાં લલીત વસોયા અને અર્જૂન મોઢવાડિયાની દાવેદારી નોંધાવી છે. જામનગર બેઠક પર ત્રણ લોકોની દાવેદારી નોંધાવી છે. જેમા મૂળૂભાઈ કંડોરિયા અને હેમંત ખાવાનીનું નામ સામે આવ્યું છે. જૂનાગઢ બેઠક ઉપર ચાર લોકોમાંથી પૂંજા વંશ અને જલ્પા ચૂડાસમાની દાવેદારી, હિરાભાઈ જાટાવા અને બાબ વાજાની પણ દાવેદારી નોંધાવી છે. ભરૂચ બેઠક ઉપર અહમદ પટેલને નિર્ણય કરવા કહ્યુ છે. જેમા BTP સાથે ગઠબંધન અથવા અહમદ પટેલ નક્કી કરે તે અંગે દાવેદારી નોંધવામાં આવશે.
સુરત બેઠક ઉપર ત્રણ લોકોની દાવેદારી નોંધવામાં આવી છે. જેમા ધનશ્યામ લાખાણી, ચેતન પટેલ અને પપ્પન તોગડિયાના નામ સામેલ છે. ભાવનગર બેઠક ઉપર ત્રણ લોકોની દાવેદારીમાં નાનુ વાનાણી, કરશન વેગડની દાવેદારી તેમજ ભીખા જાજડિયાની દાવેદારી નોંઘવામાં આવી છે. પાટણ બેઠક પર બે લોકોના નામ લીસ્ટમા સામે આવ્યા છે. જેમા જગદિશ ઠાકોર અને અલ્પેશ ઠાકોરના નામ સામેલ છે.


No comments:

Post a Comment

Total Pageviews