દેશ ના પ્રથમ ડીજીટલ ગામ માલણ મા ડિજીટલ સેવા ઓ થી વંચિત ગ્રામજનો..........! દેશભર મા ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત ગામડાઓ ને ડિજીટલ ગામ બનાવવા માટે સરકાર ધવરા અભિયાન હાથ ધરાયુ હતું તેમા પાલનપુર તાલુકા ના માલણ ગામ મા કેન્દ્રીય મંત્રી શ્રી ના હસ્તે દેશના પ્રથમ ડીજીટલ વીલેજ નો પ્રારંભ કરવા મા આવ્યો હતો તેજ દિવસે ગામ મા 24 કલાક કાર્યરત એટીએમ નો પ્ણ શુભારંભ કરવા માં આવ્યો હતો .જે બાદ એટીએમ થોડાક સમય વીત્યા બાદ 24 કલાક નહિ પણ સાંજ પડતા જ મોટા ભાગે બંધ થઈ જતા માલણ ગ્રામજનો ને રાત્રીના સમયે નાણાંકીય મુશ્કેલીઓ ભોગવવી પડે છે. આ તકલીફો અંગે બેન્ક ના સતાધીશો ને રજૂઆતો કરતા થોડાક સમય માટે રેગ્યુલર એટીએમ શરૂ કરેલ ,બાદ મા સાંજ પડતા એટીએમ ને ખંભાતી તાળા લાગી જતા ગ્રામજનો ને વારંવાર નાણાકીય વ્યવહાર માટે મુશ્કેલીઓ નો સામનો કરવા મજબુર બનવું પડ્યું છે , દેનાબેન્ક ના અધિકારીઓ સામેની રજૂઆતો નું નક્કર પરિણામ સ્વરૂપે હજુ કોઈ ઉકેલ આવ્યો નથી.ત્યારે ડીજીટલ ઈન્ડિયા ની વાતો પોકળ સાબિત થઈ છે.
અરૂણોદય ન્યૂઝ ફરીદ ખાન ચૌહાણ
અરૂણોદય ન્યૂઝ ફરીદ ખાન ચૌહાણ





No comments:
Post a Comment