રાજપીપળા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા ભદામ ગામની નહેર પાસે મધ્યપ્રદેશના એક વ્યક્તિની પથ્થરો મારીને હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. રાજપીપળા પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હત્યારાને શોધવા પોલીસે તપાસ હાથ ધરી
1.નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળાને અડીને આવેલ ભદામ ગામની નહેર પાસે કાગડીયાભાઇ ચીલ્લાભાઇ ચૌહાણ, (રહે. દેહવા,જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ) નામના વ્યક્તિનો મૃતદેહ ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો. આ બાબતે શૈલેષ ભરતભાઇ વસાવાએ ફરિયાદ આપતા પોલીસે તાત્કાલિક સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યા મુજબ કોઈકે મોટા પથ્થરો મારી કાગડીયાભાઇની હત્યા કરી હતી. રાજપીપળા પોલીસે હત્યાનો ગુનો નોંધી અજાણ્યા હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
હત્યાનું કારણ અકબંધ
2.જોકે કયા કારણોસર હત્યા થઇ તે બાબતે હાલ કંઇ જાણી શકાયું નથી, પોલીસે વધુ તપાસ હાથ ધરીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે. ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી રાજેશ પરમાર ટીમ સાથે સ્થળે દોડી ગયા હતા.





No comments:
Post a Comment