શ્રીનગર, તા. 5 માર્ચ 2019, મંગળવાર
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના ખાત્મા માટે સુરક્ષા દળો દ્વારા અભિયાન જારી છે. સોમવારે સાંજે ત્રાલમાં શરૂ થયેલી અથડામણમાં મંગળવાર સવારે સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા અને આતંકવાદીઓ જે ઘરમાં છુપાયા હતાં એ ઘર ઉડાવી દીધું. સુરક્ષા દળો દ્વારા હજુ પણ ઓપરેશન જારી છે.
સુરક્ષા દળોને ત્રાલના રેશી મહોલ્લામાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. એ પછી 42 રાષ્ટ્રીય રાઇફલ્સ, 180 બટાલિયન સીઆરપીએફ અને એસઓજીની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ ચાલુ કરી દીધું.
સુરક્ષા દળોએ પણ આતંકવાદીઓના ફાયરિંગનો જોરદાર જવાબ આપ્યો. આખી રાત ચાલેલા આ એન્કાઉન્ટરમાં મંગળવાર સવાલે એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે. સુરક્ષા દળો હાલ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યાં છે. અગાઉ એન્કાઉન્ટરની ખબર ફેલાતા મોટી સંખ્યામાં લોકો સડક પર ઉતરી આવ્યાં હતાં જેમને સુરક્ષા દળોએ ખદેડી મૂક્યાં હતાં.





No comments:
Post a Comment