WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Tuesday, March 5, 2019

ખનીજચોરી મામલે તાલાલાના કોંગી MLA ભગવાન બારડ ધારાસભ્યપદેથી સસ્પેન્ડ

                 ભગવાનભાઈ બારડ ફાઈલ તસવીર



ખનીજચોરી મામલે તાલાલાના કોંગી MLA ભગવાન બારડ ધારાસભ્યપદેથી સસ્પેન્ડ લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 8 (3) મુજબ 2 વર્ષથી વધુની સજા થાય તો ધારાસભ્ય ગેરલાયક ઠરી શકે

 કોર્ટે ભગવાન બારડને ખનીજ ચોરી કેસમાં બે વર્ષ 9 માસની સજા ફટકારી હતી

અમદાવાદઃ વિધાનસભા અધ્યક્ષે ખનીજ ચોરી મામલે તાલાલાના કોંગી ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કર્યાં છે. 1 માર્ચના રોજ સુત્રાપાડા કોર્ટે ભગવાન બારડને 1995ના ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ 9 માસની સજા ફટકારી હતી. લગભગ 25 વર્ષ પહેલા સુત્રાપાડાની ગૌચર જમીન મામલે બારડ સામે 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો.
2 વર્ષથી વધુની સજા પડે તો ધારાસભ્ય ગેરલાયક ઠરેઃ સુપ્રીમ કોર્ટે 2013માં આપેલા ચુકાદા મુજબ, 1951ની લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 8 (3) મુજબ કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિને કોઈ પણ કેસમાં બે વર્ષથીવધુ સજા મળે તો તેને ગેરલાયક ઠેરવી શકાય છે. જોકે સુપ્રીમે સાંસદ કે ધારાસભ્યની સજા પર સ્ટે આપ્યો હોય તો તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે, પણ જો સ્ટે ન આપ્યો હોય તો તે ગેરલાયક ઠરે છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ સાંસદો કે ધારાસભ્યો સામેના ક્રિમિનલ કેસોમાં ભાગ્યે જ સ્ટે આપે છે.
કોંગ્રેસ પાસે હવે 74 ધારાસભ્ય જ રહ્યા, બે બેઠકો ખાલીઃ ભગવાન બારડ સસ્પેન્ડ થતાં વિધાનસભામાં હવે કોંગ્રેસના 74 ધારાસભ્ય જ રહ્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી. આ પહેલા કુંવરજી બાવળિયા અને ડૉ. આશા પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા કોંગ્રેસની સભ્ય સંખ્યા 74 પર આવી ગઈ છે. આમ ઉંઝા અને તલાલાની બેઠકો ખાલી પડતા હવે પેટાચૂંટણી કરવી પડશે. હાલ વિધાનસભામાં ભાજપ-100, કોંગ્રેસ 74, એનસીપીને 1, BTP 2 અને અપક્ષ 3 સહિત 180 ધારાસભ્યો રહ્યા છે.

No comments:

Post a Comment

Total Pageviews