સિદ્ધપુર તાલુકા સિનિયર સીટીઝન સંગઠન દ્વારા આજરોજ સિદ્ધપુર શહેરના પશ્ચિમ વિસ્તારમાં અંબિકા નગર સોસાયટીપાસે મ્યુનિસિપલ વોટર વર્કસ કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું. સંગઠનના પ્રમુખ માનનીય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે (ચેરમેનશ્રી જીઆઇડીસી ગુજરાત) લીમડાનું વૃક્ષ વાવી તેના ગુણ વિશે સવિસ્તાર માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું કે આગામી પેઢીને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે હાલની પેઢીએ ભરપૂર માત્રામાં વૃક્ષો વાવી પર્યાવરણ જાળવવું પડશે. આ પ્રસંગે જશુભાઇ પટેલ, જે ડી પટેલ, બાબુભાઇ પ્રજાપતિ, ગોવિંદભાઈ દરજી, અરૂણભાઇ પાધ્યા, જ્યોતીન્દ્ર ભટ્ટ સહિત સંગઠનના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
🖊️🖊️અરુણોદય ન્યૂઝ🖊️🖊️






No comments:
Post a Comment