હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાતથી લઈને રાજસ્થાનમાં અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન અને મધ્યપ્રદેશમાં લો-પ્રેશરથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી આગામી 5 દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાત અમદાવાદ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, આણંદ વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે.
જયંત સરકારે કહ્યું કે, શરૂઆતના દિવસોમાં ભારે વરસાદ થશે અને ત્રીજા દિવસે ખુબ ભારે વરસાદ અને ચોથા-પાંચમા દિવસે ઓછો વરસાદ થવાની સંભાવના છે. ભારે વરસાદને પગલે વડોદરામાં કેટલીએ સ્કૂલ આજે પણ બંધ રહી હ
હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં નવું લૉ – પ્રેશર નિર્માણ થશે. જેથી રાજ્યના દ્વારકા, જામનગર અને કચ્છ પર ભારે વરસાદ પડવાની શક્યતા સેવી છે. દ્વારકા, જામનગર અને કચ્છ પર નવું લૉ – પ્રેશર નિર્માણ થશે. જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઇ રહી છે.
પૂર્વ મધ્યપ્રદેશમાં લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગના જયંત સરકારે આગામી પરિસ્થિતિનો ચિતાર આપ્યો છે. હવામાન વિભાગના મતે આગામી બે સપ્તાહ સુધી દક્ષિણ ગુજરાતને મેઘો ભારે વરસાદથી ધમરોળશે. હવામાન વિભાગના મતે આગામી બે સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે.
આગામી 24 કલાકની વાત કરીએ તો, ગુજરાતાના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ફરીથી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય અમરેલીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના દૂરના વિસ્તારોની વાત કરીએ તો, કચ્છ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ઉભી થતા આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેના સિવાય પૂર્વ મધ્યપ્રદેશમાં પણ લો-પ્રેશરથી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે.
અગાઉ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, ગુજરાત પર 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. તેમાંથી ત્રીજી સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશમાં લો-પ્રેશરથી ઉભી થઇ છે. જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પૂર્વ મધ્ય પ્રદેશમાં લો પ્રેશર નિર્માણ થવાના કારણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત અનેક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ તેમજ રાજ્યના વિવિધ ભાગોમાં 6 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થશે.
દક્ષિણ-મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, વાસદા, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય વિસ્તારો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ રહેશે. કચ્છ, દીવ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે.
15 દિવસ વરસાદી માહોલ રહેશે
સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, કચ્છ વિસ્તારમાં લો-પ્રેશર નિર્માણ થવાથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આગામી બે સપ્તાહ સુધી દક્ષિણ ગુજરાતને મેઘો ભારે વરસાદથી ધમરોળશે. તેમજ 15 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે.
4 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં અતિભારે અન્ય ભાગોમાં ભારે વર્ષા
પૂર્વ મધ્ય પ્રદેશમાં લો પ્રેશર નિર્માણ થવાના કારણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત અનેક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ તેમજ રાજ્યના વિવિધ ભાગોમાં આગામી પાંચ દિવસ એટલે કે, 4 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, કચ્છ વિસ્તારમાં લો-પ્રેશર નિર્માણ થવાથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
અરૂણોદય ન્યૂઝ





No comments:
Post a Comment