WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Friday, August 30, 2019

પાલનપુર ખાતે સાંસદશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ‘‘દિશા’’ કમિટીની બેઠક યોજાઇ



પાલનપુર કલેકટર કચેરી ખાતે બનાસકાંઠાના સંસદ સભ્યશ્રી પરબભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો. ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી ‘‘દિશા’’ ની બેઠક યોજાઇ હતી. જેમાં દિશા અંતર્ગત આવરી લેવાયેલ યોજનાઓની વર્ષ-૨૦૧૯-૨૦ના જૂન-૨૦૧૯ અંતિત કામગીરી અને પંચાયત પાલનપુર ખાતે સાંસદશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ‘‘દિશા’’ કમિટીની બેઠક યોજાઇ

 ઇન્ડીકેટરની સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે, સરકારશ્રીની વિવિધ પ્રજા કલ્યાણની યોજનાઓનો લાભાર્થીઓને પુરતા પ્રમાણમાં લાભ મળે જેનાથી તેમની આવક અને સુખ-સુવિધામાં વધારો કરી શકાય તે બાબતની કાળજી રાખી પરિણામદાયી પ્રયાસો કરીએ. સાંસદશ્રીએ કહ્યું કે લોકોને જરૂરી સુવિધાઓ જેવી કે શિક્ષણ, પીવાનું પાણી, આરોગ્ય, રસ્તા, વીજળી, સિંચાઇ સહિત તમામ સુવિધાઓ આપવા છેવાડાના વિસ્તારના અગ્રણીઓ અને ગ્રામજનો સાથે સંપર્ક કેળવી તેમની જરૂરીયાત પ્રમાણે વિકાસકામો કરીએ. સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક દોઢ દાયકામાં વિકાસકામો પુરતી સંખ્યામાં કરવામાં આવ્યા છે.તેમણે કહ્યું કે, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા અને પ્રધાનમંત્રી જયોતિ વીમા યોજનામાં લાભાર્થીઓને રૂ. ૨-૨ લાખની સહાય આપવામાં આવે છે. કલેકટરશ્રી સંદીપ સાગલેએ વિકાસકામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા તથા જિલ્લામાં જરૂરી સુવિધાઓ ઝડપભેર ઉપલબ્ધ બનાવવા અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન અને સુચના આપી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.વી.વાળાએ વિકાસકીય વિગતો રજુ કરી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ વર્ષ-૨૦૧૯-૨૦માં ૧૯,૮૨૪ ના લક્ષ્‍યાંક સામે જુલાઇ-૨૦૧૯ અંતિત ૧૮,૩૦૭ આવાસો મંજુર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં વર્ષ-૨૦૧૯-૨૦માં ૨,૦૪,૩૪૬ના લક્ષ્‍યાંક સામે ૨,૬૧,૬૬૪ લાભાર્થીઓને ગેસ કનેકશન આપી ૧૨૮ ટકા કામગીરી કરવામાં આવી છે. બેઠકમાં નર્મદા યોજના, નેશનલ હેલ્થ મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, સર્વ શિક્ષા અભિયાન, નેશનલ રૂરલ ડ્રિન્કીંગ વોટર પ્રોગ્રામ, મીડ-ડે મીલ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, વિધવા પેન્શન, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી), નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન અને સ્માર્ટ સીટી મિશન સહિત વિવિધ યોજનાઓના કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ધારાસભ્યો સર્વશ્રી મહેશભાઇ પટેલ, શ્રી કાંતિભાઇ ખરાડી, શ્રી નથાભાઇ પટેલ, શ્રી શિવાભાઇ ભૂરીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી. એ. શાહ, નગર પાલિકાના પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

No comments:

Post a Comment

Total Pageviews