વડોદરા શહેરમાં બુધવારે દિવસ દરમિયાન બારેમેઘ ખાંગા થતાં જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું. વડોદરામાં ભારે વરસાદે આટલી તારાજી સર્જી તેમ છતાં હવામાન વિભાગ દ્વારા વડોદરાવાસીઓ માટે આગામી 48 કલાક વધારે કપરાં રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.
આ સિવાય હવામાન વિભાગે વડોદરા સિવાય સમગ્ર રાજ્યમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે, પૂર્વ મધ્યપ્રદેશમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વડોદરા બાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજી 26 ટકા વરસાદની ઘટ છે. તેમ છતાં આટલા વરસાદમાં રાજ્યના તમામ ડેમો, તળાવો, નદીઓ ઓવરફ્લો થઇ ગઇ છે.
હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં નવું લૉ – પ્રેશર નિર્માણ થશે. જેથી રાજ્યના દ્વારકા, જામનગર અને કચ્છ પર ભારે વરસાદ પડવાની શક્યતા સેવી છે. દ્વારકા, જામનગર અને કચ્છ પર નવું લૉ – પ્રેશર નિર્માણ થશે. જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઇ રહી છે.
વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં ભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાત અમદાવાદ, છોટાઉદેપુર, પંચહમાલ, દાહોદ, આણંદ અને ખાસ કરીને વોડદરામાં અતીથી ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, વાંસદા, ડાંગમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઇ છે. આ ઉપરાંત અન્ય વિસ્તારો જેવાકે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ રહેશે. કેચ્છ, દીવ, દમણ, દાદરા નગર હવેલી સહિતાના વિસ્તારોમાં મધ્યમ વરસાદ રહશે.
રાજ્યના વડોદરામાં ભારે વરસાદ પડ્યો છે. જ્યારે બીજી બાજુ રાજ્યમાં એવા અનેક તાલુકાઓ અને જિલ્લાઓ છે ત્યાં વરસાદ પડ્યો નથી. તેમ છતાં ગુજરાત પર ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આખા રાજ્યમાં વરસાદી માહોલ બનશે તેવી આગાહી કરી છે.
પૂર્વ મધ્યપ્રદેશમાં લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગના જયંત સરકારે આગામી પરિસ્થિતિનો ચિતાર આપ્યો છે. હવામાન વિભાગના મતે આગામી બે સપ્તાહ સુધી દક્ષિણ ગુજરાતને મેઘો ભારે વરસાદથી ધમરોળશે. હવામાન વિભાગના મતે આગામી બે સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે.
હાલ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની 2 વરસાદી સિસ્ટમો કારણે લો પ્રેશર સર્જાયું છે, જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે.. અમદાવાદ શહેર સહીત રાજ્યમાં આ પ્રેશરના કારણે વરસાદ આવશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.
4 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં અતિભારે અન્ય ભાગોમાં ભારે વર્ષા
પૂર્વ મધ્ય પ્રદેશમાં લો પ્રેશર નિર્માણ થવાના કારણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત અનેક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ તેમજ રાજ્યના વિવિધ ભાગોમાં આગામી પાંચ દિવસ એટલે કે, 4 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, કચ્છ વિસ્તારમાં લો-પ્રેશર નિર્માણ થવાથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
અરૂણોદય ન્યૂઝ





No comments:
Post a Comment