સ્વામિનારાયણ સંત વિરુદ્ધ વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. સુપ્રસિદ્ધ વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. આ વખતે વડતાલના સુવ્રત સ્વામીપર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. વડતાલ લક્ષ્મીનારાયણ સંસ્કૃત પાઠશાળામાં ભણતા 15 વર્ષીય સગીર પર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કર્યાનો આરોપ લાગ્યો છે. એટલું જ નહીં, સુવ્રત સ્વામીની સાથે દેવ સ્વામી અને સંત વલ્લભસ્વામી ઉપર પર ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીને આરોપીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે.
કિશોર વડતાલના સ્વામીનારાયણ મંદિરની સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતો હતો. અને સ્વામીઓ સાથે પાર્ષદ તરીકે રહેતો હતો. સંયમ અને ત્યાગ સમર્પણના પાઠ આપતા આપતા આ સ્વામીઓએ કિશોર સાથે અલગ અલગ જગ્યાએ સૃષ્ટિ વિરુદ્ધનું ગંદુ કામ કર્યુ હતું. કિશોર સાથે વારંવાર આવું કામ કરીને કિશોરને ધમકી આપી હતી કે જો તે આ વાત કોઈને પણ જણાવશે તો સ્વામીઓ તેને જાનથી મારી નાંખશે. જો જીવ વ્હાલો હોય તો ચૂપચાપ તાબે થા. નહીં તો જીવથી જા. પરંતુ કિશોરના માતા-પિતા સુધી આ વાત પહોંચી ગઈ હતી અને કિશોરના પિતાએ તુરંત જ પોલીસ સ્ટેશનમાં જઈને આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદીના 15 વર્ષીય પુત્રને તેમજ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપવા આવી છે. ફરિયાદીનો 15 વર્ષીય પુત્ર સુવ્રત સ્વામી ગુરુ ભક્તિ સંભવ સ્વામી પાસે પાર્ષદ તરીકે રહેતો હતો. અને સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતો હતો. મુખ્ય આરોપી તરીકે સુવ્રત સ્વામી તેમજ અન્ય બે આરોપીમાં મંદિરના ચેરમેન દેવ પ્રકાશ સ્વામી અને કોઠારી સંત વલ્લભ સ્વામીના નામનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કિશોરના પિતાએ બળાપો ઠાલવ્યો હતો કે, સંસ્કારધામને સ્વામીઓએ પોતાના પ્રમાદનું સાધન બનાવી દીધુ છે એક નહીં પરંતુ ત્રણ ત્રણ સ્વામીઓ પોતાનો ભગવો લજવી રહ્યા છે. માતા-પિતા પોતાના બાળકોને સ્વામીનારયણ સંકુલમાં સંસ્કારના સિંચન માટે મોકલે છે પણ આ સ્વામીઓએ તો હદ વટાવી.
અરૂણોદય ન્યૂઝ





No comments:
Post a Comment