તા.૧૮ ઓકટોમ્બર, ૨૦૧૯
ખેડા જિલ્લા ટ્રાફિક બ્રિગેડના માનદ સેવકોની ભરતી
માટે તા.૨૪ ઓકટો.ના રોજ લેખિત પરીક્ષા યોજાશે
ખેડા કેમ્પ ખાતે ઉમેદવારોએ ઉપસ્થિત રહેવું નડિયાદ-શુક્રવાર-ખેડા જિલ્લા ટ્રાફિક બ્રિગેડના માનદ સેવકોની ભરતી અંગેની લેખિત કસોટી (પરીક્ષા) તા.૨૪/૧૦/૨૦૧૯ના રોજ સવારે ૦૮/૦૦ કલાકે પોલીસ હેડકવાર્ટર ખેડા કેમ્પ ખાતે યોજાશે. ઉમેદવારોએ લેખિત પરીક્ષા માટે સવારે ૦૬/૩૦ કલાક સુધી પરીક્ષા સ્થળે હાજર થવાનું રહેશે. સવારે ૦૮/૦૦ કલાક પછી આવનાર ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે નહીં. ઉમેદવારોએ પેન, પેડ તથા આસન લઇ આવવાનું રહેશે. મોબાઇલ ફોન/કેલકયુલેટર તેમજ અન્ય ઇલેકટ્રોનિકસ ચીજ-વસ્તુઓ સાથે લાવવી નહીં. ઉમેદવારે ફોર્મમાં ચોંટાડેલ ફોટા જેવો એક ફોટો તથા આઇ.ડી.કાર્ડ (સરકાર માન્ય) સાથે લાવવાનું રહેશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક ખેડા-નડિયાદની યાદીમાં જણાવાયું છે.





No comments:
Post a Comment