WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Saturday, October 19, 2019

કમલેશ તિવારીએ કરેલી ટિપ્પણી મામલે હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન ત્રણ આરોપીની ગુજરાત ATSની ટીમે સુરતથી ધરપકડ કરી



કમલેશ તિવારી હત્યા કેસમાં ત્રણ આરોપીની ગુજરાત ATSની ટીમે સુરતથી ધરપકડ કરી

તિવારીએ કરેલી ટિપ્પણી મામલે હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવાય છે
સુરત/..... લખનૌ: ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ માં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની ગળુ કાપી હત્યા કરવામાં આવી હતી. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કોવર્ડ(ATS)ની ટીમે સુરતથી હત્યામાં સંકળાયેલા 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય આરોપીઓની અલગ અલગ ભૂમિકા છે. સુરતથી મીઠાઈનો ડબ્બો ખરીદ્યો હતો અને લઈ ગયા હતા. તિવારીએ કરેલી ટિપ્પણી મામલે હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. હાલમાં એટીએસ દ્વારાફૈઝાન,રશિદઅને મોહસિનનીઆરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
24 કલાકમાં ઉકેલાઈ મર્ડરની ગુત્થી
આરોપીની ધરપકડ પછી યુપી જીડીપીદ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે.યુપી પોલીસે દાવો કર્યો છે કે, કમલેશ તિવારી હત્યાકાંડની ગુત્થી 24 કલાકમાં જ ઉકેલી દેવામાં આવી છે. રશીદ પઠાણ નામનો વ્યક્તિ આ હત્યાકાંડનો મુખ્ય આરોપી છે. યુપી પોલીસના ડીજીપી ઓપી સિંહે કહ્યું કે, આ મામલે અત્યાર સુધી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમના નામ રશીદ અહમદ પઠાણ, મૌલાના મોહસિન શેખ અને ફૈઝાન. રશીદ અહમદ પઠાણ 23 વર્ષનો છે. યુપી પોલીસના જણાવ્યા પ્રમાણે રશીદ અહમદ પઠાણને કોમ્યુટરને સારું ક્નોલેજ છે. પરંતુ તે વ્યવસાયે દરજી કામ કરે છે. મૌલાના મોહસિન શેખની ઉંમર 24 વર્ષ છે. આ યુવક સાડીની દુકાનમાં કામ કરે છે. ત્રીજા યુવકનું નામ ફૈઝાન છે અને તેની ઉંમર 21 વર્ષ છે. આ યુવક પણ સુરતનો છે અને તે ચંપલની દુકાનમાં કામ કરે છે.
બન્ને હત્યારાઓ મીઠાઈના બોક્સમાં ચપ્પુ અને તમંચા લઈને આવ્યા હતા
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ખુર્શીદબાગ વિસ્તારમાં રહેતા હિંદુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની શુક્રવારે બપોરે બે અજાણી વ્યક્તિએ ચપ્પુ મારી હત્યા કરી હતી. આ હત્યાનો રેલો સુરત સુધી પહોંચ્યો છે. જેમાં વાત એવી છે કે કમલેશ તિવારીની જે બે હત્યારાઓએ હત્યા કરી હતી તે બન્ને હત્યારાઓ મીઠાઈના બોક્સમાં ચપ્પુ અને તમંચા લઈને આવ્યા હતા. એ મીઠાઈનું બોક્સ ઉઘના દરવાજા પાસેની ધરતી નામની ફરસાણની દુકાનનું હોવાનું બહાર આવ્યું છે. જેથી લખનઉ પોલીસે આ બાબતે સુરતની ક્રાઇમ બ્રાંચને જાણ કરી હતી.
દુકાનના સીસીટીવી કેમેરાની ડીવીઆર લઈને તપાસ શરૂ કરી
ક્રાઇમ બ્રાંચે સ્ટાફ સાથે ફરસાણની દુકાન પર જઈને તપાસ શરૂ કરી છે. પોલીસે ફરસાણની દુકાનના સીસીટીવી કેમેરાની ડીવીઆર લઈને તપાસ શરૂ કરી છે. કેમેરાના આધારે શંકાસ્પદ ઈસમોની ગતિવિધિ વિશે માહિતી મેળવીને પોલીસ તપાસ કરી રહી છે. વધુમાં કમલેશ તિવારીની હત્યામાં ISISનો હાથ હોવાનું અને હત્યારાઓએ સુરતથી મીઠાઈ ખરીદી હોવાના કારણે હવે તપાસમાં ગુજરાત ATS પણ જોતરાઈ છે.
તિવારીએ 2015માં પેગંબર મોહમ્મદ વિરોધી વિવાદિત નિવેદન આપ્યું હતું
ઉલ્લેખનીય છે કે હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારીએ ડિસેમ્બર, 2015 માં પેગંબર મોહમ્મદ વિરોધી વિવાદિત નિવેદન આપ્યું હતું. તેને લઈ ઘણો વિવાદ થયો હતો, ત્યારબાદ કમલેશ તિવારીની વિવાદાસ્પદ નિવેદન બદલ ધરપકડ થઈ હતી. હાલમાં તેઓ જામીન પર છૂટ્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉખંડપિઠે તાજેતરમાં જ કમલેશ તિવારી પર લાગેલા રાષ્ટ્રીય સુરક્ષા કાનૂનને હટાવ્યો હતો.

No comments:

Post a Comment

Total Pageviews