WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Friday, October 18, 2019

હવેથી હોટલ/ગેસ્ટ હાઉસ માલિકોએ ભાડેથી રોકાણ માટે આવતા મુસાફરોની રોજ ‘’PATHIK’’ એ૫માં ફરજીયાત ઓનલાઈન એન્ટ્રી કરવાની રહેશે:


હવેથી હોટલ/ગેસ્ટ હાઉસ માલિકોએ ભાડેથી રોકાણ માટે આવતા
મુસાફરોની રોજ ‘’PATHIK’’ એ૫માં ફરજીયાત ઓનલાઈન એન્ટ્રી કરવાની રહેશે:
.....
વ્યારા; શુક્રવાર: તાપી જિલ્લામાં અન્ય જિલ્લાઓ,રાજયો તથા વિદેશમાંથી આવતા દેશ વિરોઘી અને અસામાજીક તત્વો હોટલ/ગેસ્ટ હાઉસ,ઘર્મશાળા,સમાજવાડી, મુસાફરખાના, કલબ હાઉસ, ઘાર્મિક સ્થળે રૂમ ભાડે રાખીને રહે તેવી સંભાવનાઓ હોય, અને સ્થાનિક વિસ્તાર-જગ્યા સ્થળોનો સર્વે કરી સ્થાનિક ૫રિસ્થિતિથી માહીતગાર થઇને ત્રાસવાદી પ્રવૃત્તિઓને અંજામ આ૫વાની શકયતા રહેલ છે. આ બાબતને ધ્યાને લઈને ભાડેથી ઘર્મશાળા,ઢાબા,કલબ હાઉસ, મુસાફરખાના જેવી જગ્યાએ આવતાં-જતાં લોકોનો ઓનલાઇન ડેટા સરકારશ્રીને મળી રહે અને આવા તમામ સ્થળે રહેતા મુસાફરો ઉ૫ર વોચ રાખી શકાય અને આ પ્રકારે વોચ માટે ટેકનોલોજીના ઉ૫યોગથી હોટલ માલિકો અને પોલીસ વિભાગને ૫ણ સુવિઘા રહે તેમજ રોજની માહિતી પોલીસ વિભાગને ઓનલાઇન મળી રહે તે હેતુથી ગુજરાત પોલીસ ઘ્વારા ‘’PATHIK’’ ( Program for Analysis of Traveler & Hotel Information) એ૫ બનાવવામાં આવેલ છે.
           આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ આ ‘’PATHIK’’ એ૫માં ભાડેથી રોકાણ માટે આવતા મુસાફરોની રોજ ‘’PATHIK’’ એ૫માં ફરજીયાત ઓનલાઈન એન્ટ્રી કરવા તમામ ઘર્મશાળા, સમાજવાડી,હોટલ,મુસાફરખાના,કલબ હાઉસના સંચાલક-માલિક/ ભાગીદાર/જવાબદારોને  આદેશ કરવામાં આવ્યો છે. જે મુજબ તાપી જિલ્લાનાં હદ વિસ્તારમાં આવેલ તમામ હોટેલ/ગેસ્ટ હાઉસ/રીસોર્ટ,ઘર્મશાળા,કલબ હાઉસ/મુસાફરખાના માલિકોએ રોકાણ કરનાર ગ્રાહકોની એન્ટ્રી કરવા માટે પોતાના રીસેપ્શન કાઉન્ટર ઉ૫ર ઇન્ટરનેટ કનેકટીવીટી સહિતનું એક કોમ્પ્યુટર લગાવવાનું રહેશે. અને તેમાં ગુજરાત સરકાર ઘ્વારા તૈયાર કરવામાં આવેલ ‘’PATHIK’’ એ૫ ઇન્સ્ટોલ કરવાની રહેશે તેમજ તેના મેન્યુઅલ રજીસ્ટરમાં થતી તમામ એન્ટ્રીઓ ૫ણ આ ‘’PATHIK’’ એ૫માં ફરજીયાત૫ણે ઓનલાઇન કરવાની રહેશે. આ હુકમ તા.૦૪/૧૦/૨૦૧૯ થી તા.૦૩/૧૨/૨૦૧૯ (બન્ને દિવસો સહિત) સુઘી અમલમાં રહેશે.હુકમનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૬૫ હેઠળ શિક્ષાને પાત્ર થશે.                       
તાપી જિલ્લામાં આજથી એક સપ્તાહ સુધી ૪૨ જેટલા
તાલીમી IAS/IPS અધિકારીઓ જિલ્લાના  સાત ગામોમાં રોકાણ કરશે.
……
પ્રથમ દિવસે વ્યારા ખાતે યોજાયેલ બેઠકમાં  કલેકટર આર.જે.હાલાણી અને ડી.ડી.ઓ નેહાસિંઘે
જિલ્લાની ભૌગોલિક્તા અને વિકાસ પ્રવૃતિઓની જાણકારી આપી

                                                                         …..

વ્યારા:શુક્રવાર: મસુરીની લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમીનીસ્ટ્રેશન દ્વારા દેશના ૪૨ જેટલાં તાલીમી IAS/IPS  અધિકારીઓ તેમની તાલીમના ભાગરૂપે ફાઉન્ડેશન કોર્ષ અંતર્ગત તા. ૧૮ થી તા. ૨૪ ઓકટોબર-૨૦૧૯ દરમિયાન તાપી જિલ્લામાં કુકરમુંડા તાલુકાના કેવડામોઈ,મોરામ્બા અને મટાવલ, નિઝર તાલુકામાં આડદા, ઉચ્છલમાં ફુલુમારન તથા સોનગઢ તાલુકાના બોરદા અને મલંગદેવ ગામોમાં છ-છ અધિકારીઓનું જુથ રોકાણ કરીને જે તે ગામમાં અમલી વિકાસ યોજનાઓ  શિક્ષણ, આરોગ્ય,પોષણ,કૃષિ, સિંચાઇ, બાગાયત,પશુપાલન સહિત વિવિધ યોજનાકિય પાંસાઓના અભ્યાસ ઉપરાંત સ્થાનિક પ્રજાજનો સાથે સરકારશ્રીની યોજનાઓ ની જાણકારી મેળવવા ઉપરાંત જે તે ગામડાઓમાં શિક્ષણ-આરોગ્ય, પંચાયતી રાજ સંસ્થાની કામગીરી, ખેતીવાડી અને જમીન સુધારણા, સ્વચ્છ ભારત અભિયાન, ગ્રામિણ યુવાઓની  અને તેમની આકાંક્ષાઓ વિશે ગામના અભ્યાસ અર્થે ગ્રામજનો સાથે ચર્ચા-સંવાદ પણ કરશે. તદ્ઉપરાંત ગામની શાળાના વરિષ્ઠ શિક્ષક, આંગણવાડી કાર્યકર, મલ્ટીપરપઝ હેલ્થ વર્કર સ્થાનિક ડૉકટર-નર્સ કંપાઉન્ડર સ્થાનિક તલાટી-કમ-મંત્રી સાથે ચર્ચા કરી ગ્રામ્ય સંસ્કૃતિક અને રીત રિવાજોથી પણ તાલીમી જુથ અવગત થશે. 
    આજે પ્રથમ દિવસે વ્યારા ખાતે યોજાયેલ બેઠકમાં  કલેકટર આર.જે.હાલાણી અને જિલ્લા વિકાસ અધિકારી નેહાસિંઘે  તાલીમી અધિકારીઓને જિલ્લાની ભૌગોલિક્તા અને વિકાસ પ્રવૃતિઓની વિસ્તૃત જાણકારી આપી હતી.આ પ્રસંગે વિવિધ વિભાગો દ્વારા યોજનાકિય પાવર પોઈન્ટ પ્રેઝન્ટશન રજુ કરવામાં આવ્યું હતુ. આ બેઠકમાં અધિક કલેક્ટર બી.બી.વહોનીયા,પ્રાયોજના વહીવટદાર વીજય પટેલ,  પુરવઠા અધિકારી નૈતિકા પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલ, નાયબ જિલ્લા પોલિસ અધિક્ષક સંજય રાય સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
                                                                    ૦૦૦૦૦

No comments:

Post a Comment

Total Pageviews