(માહિતી બ્યુરો, પાલનપુર)
ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા પરિષદ, નવી દિલ્હી અને સિક્યોરીટી ઇન્ટેલીજન્ટ સર્વિસ ઇન્ડીયા લી. ના સહયોગથી બનાસકાંઠા જિલ્લાના યુવાનો માટે ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.૧૫/૧૧/૨૦૧૯ના રોજ શ્રી ગાયત્રી વિધાલય થરાદ, તા.૧૬/૧૧/૨૦૧૯ શ્રી વી.કે.વાઘેલા હાઇસ્કૂલ દિયોદર, તા.૧૭/૧૧/૨૦૧૯ શ્રી લીબર્ટી સેકન્ડરી સ્કુલ ભાભર, તા.૧૮/૧૧/૨૦૧૯ શ્રી વી. જે. પટેલ હાઇસ્કુલ વડગામ, તા.૧૯/૧૧/૨૦૧૯ શ્રી વિવેકાનંદ વિધાલય ધાનેરા,તા.૨૦/૧૧/૨૦૧૯ શ્રી આર. આર. વિધાલય અમીરગઢ, તા.૨૧/૧૧/૨૦૧૯ શ્રી ડી. એન. જે. આદર્શ હાઇસ્કુલ ડીસા, તા.૨૨/૧૧/૨૦૧૯ શ્રી વી. આર. વિધાલય પાલનપુર, તા.૨૩/૧૧/૨૦૧૯ શ્રી સર ભવાનીસિંહ વિધાલય દાંતા ખાતે ભરતી યોજાશે. જેનો સમય સવારે-૧૦.૦૦ થી ૪.૦૦ કલાક સુધી રાખેલ છે. ભરતી માટે ઉમેદવારની ઉંમર ૨૦ થી ૩૫ વર્ષ, શૈક્ષણિક લાયકાત ધો. ૧૦ પાસ, ઉંચાઇ ૧૬૮ સે.મી. વજન- ૫૨ કિ.લો. અને શારીરિક રીતે તંદુરસ્ત હોવું જરૂરી છે.
પાસ થનાર ઉમેદવારને રીજનલ ટ્રેનિંગ સેન્ટર, માણસા (ગાંધીનગર) માં ટ્રેનિંગ આપીને સિક્યોરીટી ઇન્ટેલીજન્સ સર્વિસ ઇન્ડિયા લી. માં ૬૫ વર્ષ માટે કાયમી નિમણુંક આપવામાં આવશે. ભારત સરકાર અને રાજય સરકાર તથા પુરાતત્વ, બંદરો, એરપોર્ટ, ઔધોગિક કંપની, બેંકો, મોઢેરા સૂર્ય મંદિર, રાણકી વાવ વગેરે જગ્યાઓ ઉપર પગાર રૂ. ૧૨,૦૦૦/- થી ૧૫,૦૦૦/- સુરક્ષા જવાન અને ૧૫,૦૦૦/- થી ૨૦,૦૦૦/- સુપરવાઇઝર માટે રહેશે. અન્ય સુવિધા માટે દર વર્ષે પગારમાં વધારો, પ્રમોશન, પી.એફ., ઇ.એસ.આઇ. દ્વારા મેડીકલ સુવિધા બોનસની સુવિધા આપવામાં આવશે. તેમ માણસા એસ.આઇ.એસ. ટ્રેનિંગ સેન્ટરના શ્રી રામપ્રકાશસિંહે જણાવ્યું છે તેમના સંપર્ક માટેનો મોબાઇલ નંબર ૮૮૭૫૨ ૧૦૩૯૧ છે.




અરુણોદય ન્યૂઝ ના તમામ પ્રતિનિધિ ઓને નવા વષૅ રામ રામ
ReplyDelete