*ખોડા ખાતેથી ટ્રેઈલર ગાડીમાંથી ૩૭.૯૯ લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સહિત ૪૮.૦૨ લાખનો જથ્થો પકડી પાડતી થરાદ પોલીસ***================ બનાસકાંઠા જીલ્લા *પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ સાહેબ* નાઓની જીલ્લામા દારૂની પ્રવૃતી સંપુર્ણ પણે નેસ્ત નાબુદ કરવા સુચના મુજબ તથા *વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી એસ.કે.વાળા* સાહેબ થરાદ નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ પો.ઇન્સ શ્રી જે.બી.આચાર્ય થરાદ નાઓ સાથે થરાદ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ હસમુખભાઈ જોધાભાઈ અ.હેડ.કોન્સ. થરાદ પો.સ્ટે. તથા રવજીભાઈ રૂપશીભાઈ અ.હેડ.કોન્સ. થરાદ પો.સ્ટે. તથા ચેકપોસ્ટ ફરજ ઉ૫રના ભગવાનભાઈ ગગદાસભાઈ અ.હેડ.કોન્સ. તથા હરેશભાઈ ભેમાભાઈ અ.પો.કોન્સ. તથા લક્ષ્મણભાઈ ભગવાનભાઈ અ.પો.કોન્સ. તથા કમલેશભાઈ ધૂડાભાઈ અ.પો.કોન્સ. તથા કમલેશકુમાર શંકરાજી અ.પો.કોન્સ. તથા જેસલસિંહ પરાગસિંહ આ.પો.કોન્સ. તથા સવાભાઈ કુવરશીભાઈ અ.હેડ.કોન્સ. તથા પ્રકાશભાઈ જેસીંગભાઈ આ.પો.કોન્સ. સાથે ખોડા ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકીંગ કરતા હતા તે દરમ્યાન ટ્રેઈલર નંબર PB-05-R-9289 માંથી ભારતીય બનાવટના વિદેશી *દારૂની બોટલ નંગ-૩૪૦૫૬/- કિ.રૂ.૩૭,૯૯,૨૦૦/- નો તથા ગાડી કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- ની તથા મોબાઈલ નંગ-૨ કિં.રૂા.૩૦૦૦/- એમ મળી કુલ મુદામાલ કિ.રૂ.૪૮,૦૨,૨૦૦/-નો* રાખી હેરાફેરી કરતા *ચાલક કરનૈલસિંહ સ/ઓ ઉજાગરસિંહ જાતે.જાટ(શીખ) ઉ.વ.૫૫ રહે.ઘનૌર તા.ધૂરી, જિ.સંગરૌર(પંજાબ)વાળાને પકડી પાડી તથા સહ આરોપી ગૂરૂચરણસિંહ મજબી(શીખ) રહે.ગોનીયાણા, તા.જિ.ભટીંડા(પંજાબ)* વાળાઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે
(અહેવાલ***જીગ્નેશ ગજ્જર*** થરાદ બનાસકાંઠા ***)






No comments:
Post a Comment