WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Wednesday, December 4, 2019

સંવેદનશીલ અભિગમ રાખી લોકોના કામો ઝડપથી કરીએ --કલેકટરશ્રી સંદીપ સાગલે દાંતીવાડા મુકામે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને મહેસૂલી અધિકારી અને કર્મચારીઓની ચિંતન શિબિર યોજાઇ

સંવેદનશીલ અભિગમ રાખી લોકોના કામો ઝડપથી કરીએ
--કલેકટરશ્રી સંદીપ સાગલે

દાંતીવાડા મુકામે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને મહેસૂલી અધિકારી અને કર્મચારીઓની ચિંતન શિબિર યોજાઇ
(માહિતી બ્યુરો, પાલનપુર)
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી મુકામે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓની ચિંતન શિબિર યોજાઇ હતી. આ પ્રસંગે કલેકટરશ્રી સંદીપ સાગલેએ અધિકારીઓને સંબોધતાં જણાવ્યું કે, મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સરકારશ્રીની તમામ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા સતત પ્રયત્નશીલ હોય છે. તેમણે કહ્યું કે, આપણી પાસે છેવાડાના લોકો ઘણીબધી અપેક્ષાઓ લઇ આવતા હોય છે ત્યારે સંવેદનશીલ અભિગમ રાખી લોકોના કામો ઝડપથી થાય તે જરૂરી છે.          ચિંતન શિબિરના તજજ્ઞ વક્તાશ્રી હિમાંશુ પરીખ અને શ્રી એમ.એ.સૈયદે મેજીસ્ટ્રીયલ બાબતો, ઇ-ધરા, જનસેવા કેન્દ્ર, આઇ-આરસીએમએસ, આર.એફ.એમ.એસ, આઇ-ઓ.આર.એ. ટાઇટલ ચકાસણી, મહેસુલ વિભાગની વેબસાઇટ, નવીન સુધારાઓ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, વહીવટી સુધારણા અને સુચનો મેળવવામાં આવ્યા હતાં. પ્રેક્ટીકલ વર્ક ધ્વારા શિબિરાર્થીઓને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. મોટીવેશનલ સ્પીકરશ્રી અશ્વિનીકુમારે વિવિધ પ્રયોગો કરાવી માણસ નર્વસ થવાના કારણો અને માણસની સફળતાનો આધાર તેણે યોગ્ય સમયે લીધેલ યોગ્ય નિર્ણયને ગણાવ્યો હતો.
          શિબિરના પ્રારંભમાં નિવાસી અધિક કલેકટરશ્રી એલ.બી.બાંભણીયાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, મહેસૂલ વિભાગ સરકારની કરોડરજ્જુ સમાન ગણાય છે. આ ચિંતન શિબિરમાં મહેસૂલના અધિકારીઓ, કર્મચારીઓને કંઇક નવું શીખવા અને જાણવા માટે રાખવામાં આવી છે. સરકારશ્રીની યોજનાઓ છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવામાં આ શિબિર ઉપયોગી નિવડશે.         શિબિરમાં આસી. કલેકટરશ્રી પ્રશાંત ઝીલોવા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વાય.પી.ઠક્કર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એસ.જે.ચાવડા, પ્રાંત અધિકારીઓ સર્વશ્રી હિરેન પટેલ, શ્રી એસ.ડી.ગિલ્વા, શ્રી વી.સી.બોડાણા, શ્રી આર.બી.અસારી, શ્રીમતી કુસુમબેન પ્રજાપતિ, શ્રી કુલદીપસિંહ વાળા સહિત અધિકારીઓ, મામલતદારશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ અને મહેસૂલી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

No comments:

Post a Comment

Total Pageviews