તા-22/12/2019.
*૫૮.૮૧૦ કિ.ગ્રા. પોષ ડોડા તથા ૬૪ ગ્રામ અફીણ સાથે એક આરોપીને ભરડાસર તા.થરાદ મુકામેથી ઝડપી લેતી એસ.ઓ.જી. બનાસકાંઠા*
*પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, શિવાનંદ ઝા સાહેબ * તથા *પોલીસ મહાનિરીક્ષકશ્રી સુભાષ ત્રિવેદી સાહેબ, સરહદી વિભાગ, ભુજ, કચ્છ* નાઓએ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી કાયદેસર કાર્યવાહી કરવા આપેલ ખાસ સુચના અનુસંધાને *પોલીસ અધિક્ષક શ્રી તરૂણકુમાર દુગ્ગલ સાહેબે* બનાસકાંઠા જિલ્લામાં થતી નાર્કોટિક્સ પદાર્થોની હેરા-ફેરી તથા વેચાણ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપતા સર્કલ પો.ઈન્સ.શ્રી જે.એન.ખાટ થરાદ ,વિભાગ થરાદ તથા એસ.ઓ.જી ટીમના I/C પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.કે.પાટડીયા તથા એસ.ઓ.જી ટીમના એ.એસ.આઈ કાન્તીભાઈ તથા હેડ.કોન્સ્ટેબલ ભુરાજી તથા હેડ.કોન્સ. વનરાજસિંહ તથા હેડ.કોન્સ.દિલીપભાઇ તથા આ.પો.કોન્સ.સંજયસિહ તથા આ.પો.કોન્સ. દલપતસિંહ, આ.પો.કોન્સ.ભોજુભા તથા આ.પો.કોન્સ.દિલીપસિંહ તથા ડ્રા.પો.કોન્સ.પ્રવિણભાઈ વિગેરે સાથે *કેશરાભાઈ દલાભાઈ પટેલ રહે.ભરડાસર તા.થરાદ * વાળાના કબ્જા ભોગવટાના ખેતરમાં બનાવેલ રહેણાંક ઘરમાં નાર્કોટિક્સ અંગે રેઈડ કરતા મજકૂર આરોપીના રહેણાંક ઘર માંથી પોષ ડોડાનો જથ્થો ૫૮.૮૧૦ કિગ્રા કિ.રૂ.૧,૭૬,૪૩૦/- નો મળી આવેલ અને તેના જાત કબ્જા માંથી ૬૪ ગ્રામ અફીણ કિ.રૂ.૩૨૦૦ તથા મોબાઈલ ફોન ૧ કિ.રૂ.૫૦૦/ મળી કુલ રૂ.૧,૮૦,૧૩૦/નો ગેરકાયદેસર નો મુદ્દામાલ કબ્જે કરી મજકૂર આરોપી વિરુધ્ધ થરાદ પો.સ્ટે ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જીગ્નેશ ગજ્જર થરાદ






No comments:
Post a Comment