થરાદ શિવનગરના 98 પાક-શરણાથી પરીવારોને ખેતીલાયક જમીન અને અન્ય લાભો સરકાર દ્વારા આપવામાં આવે તે માટે આવેદનપત્ર આપ્યું
થરાદ ખાતે વષો થી પાકિસ્તાન માં થી આવી ને 98 જેટલાપરીવારો વસવાટ કરી રહ્યા છે અને સરકાર ને ખેતીલાયક જમીન મેળવવા માટે અનેક વખત રજુઆત કરી છે છતાં પણ હજી સુધી કોઈ ખેતીલાયક જમીનને મળેલ નથી. સરકાર દ્વારા પાક શરણાર્થીઓને ખેતીલાયક જમીન ઉપરાંત બળદ ,ખેત - ઓજારો બિયારણ અને ગાયો જેવા ઘણા બધા લાભ મળેલ છે .મહેસુલ વિભાગના ઠરાવથી ભારત પાકિસ્તાન વિસ્થાપિતોના કુટુંબના પુન:વર્સન માટે 1/4/78ના ઠરાવ થી નક્કી કરેલ નિતીના લાભોથી આજે પણ વંચિત છીએ અને મહેસૂલ વિભાગના વર્ષ 2010 ના ઠરાવ રદ્દ થયા પહેલા શરણાર્થીઓ એ અરજીઓ કરેલ છે ત્યારબાદ ઠરાવ રદ કર્યા ને અમને કોઇ પણ પ્રકારની જાણ કરવામાં નથી આવી જેને સળંગ ગણીને વર્ષ 78 ના ઠરાવ ની અમલવારી 98 જેટલા શરણાર્થીઓ પાકિસ્તાન માંથી ભારતમાં આવેલા શરણાર્થીઓને જોગવાઈ થયેલ ન હોય તેને ફેરફાર વિચારણા કરવામાં આવે તેવી માંગ થરાદમાં વર્ષોથી પાકિસ્તાન માંથી આવે 98 જેટલા પરિવારજનો માંગ કરી રહ્યા છે જેને લઈને આજે થરાદ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું
ઠરાવ પુનઃજીવિત કરી ને ખેતીલાયક જમીન નહીં આપવામાં આવે તો ગાંધી ચીધ્યા માર્ગે લડતની ચીમકી પણ ઉચ્ચારી આપી હતી રિપોર્ટ બાય :જીગ્નેશ ગજ્જર બનાસકાંઠા






No comments:
Post a Comment