કુદરતી કહેર ગણો કે પછી ધરતી ના તાતનુ દૂરભાગ્ય પણ આજ રોજ તા.26/12/2019 ના રોજ સાંજે સુમારે બનાસકાંઠા નાં છેવાડે ગણાતા રાજસ્થાન તરફ થી અંદાજે પાંચ કિમી ના ઘેરાવામાં તીડો ના ટોળાં ઉમટી પડતાં આકાશ તીડોથી ઉભરાયું હતુ અને અમુક હઢના ખેતરો ઉપર પિયત કરેલ કિંમતી જીરૂ અને અન્ય પાકો ને તળીયા ઝાટક કર્યો હતા.પાક ને ઉગાડી લેવા ખેડૂત ભાઈઓ ઠેર ઠેર ધુમાડા તેમજ વાસણો ના ખણખણાટ કર્યા હતા
ચોમેર ચેતવણી ના ઢોલ ઢબુકયા હતા સમગ્ર પંથકમાં તીડો એ હાહાકાર મચાવી દીધો હતો....
આ તીડ દૈયપ પંથક ના રણ પ્રદેશ અને દૈયપ ગામ ઉપર થી ભારે અંતરના ધેરાવા સાથે પૂર્વ દિશા.તરફ જેટ ગતિ થી ત્રાટકયા હતા....બોહલા પ્રમાણ માં નુકસાન થયું છે .તો મીડિયા સમક્ષ ખેડૂતો એ પણ જણાવ્યું હતું કે સરકાર શ્રી ને બે હાથ જોડી નમ્ર વિનંતી કે બનાસકાંઠા જિલ્લા નાં વાવ તાલુકા નાં સરહદે આવેલ ગામડા ઓમાં ભારે થી અતિ ભારે નુકસાન થયું છે તો સર્વે કરી નુકસાન નું વળતર આપે એવી ખેડૂતો ની માંગ છે
રિપોર્ટ : જીગ્નેશ ગજ્જર બનાસકાંઠા





No comments:
Post a Comment