WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Monday, March 23, 2020

રાજ્ય ના ડીજીપી શ્રી શિવાનંદ ઝાએ કરી જાહેરાત આજે રાત્રે બાર વાગ્યા થી સમગ્ર રાજ્યમાં 31મી માર્ચ સુધી લોકડાઉન, રાજ્યની સરહદો સીલ,

 રાજ્ય ના ડીજીપી શ્રી શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સમાં લોકડાઉનની જાહેરાત કરી


31મી માર્ચ સુધી રાજ્યમાં 144ની કલમ લાગુ

જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે જ લોકો બહાર નીકળી શકશે

ટુવ્હીલર અને ફોરવ્હીલરમાં માત્ર 2 વ્યક્તિ જ બેસી શકશે

કોઇ જાહેરનામનો ભંગ કરશે તો કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવશે

 આજે મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આગામી 31મી માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં કલમ 144 લગાવવામાં આવી છે. લોકો માત્રજીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે જ બહાર નીકળી શકશે. જો કોઇ પણ વ્યક્તિ ઘરની બહારકારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવશે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરશે. આ સિવાયખાનગી વાહન લઇને પણજરૂરિયાત અને ઇમરજન્સી વગર નહીં બહાર નીકળી શકાશે નહીં.જો કોઇ વ્યક્તિ જાહેરનામાનોભંગ કરશે તો તેની સામે કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવશે.
આવશ્યક સેવા ચાલુ રહેશે
આજે મધ્યરાત્રિથી જ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે તમામ દુકાનો, ઓફિસ, વર્કશોપ બંધ રહેશે. આ સિવાય નગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશન, મેડિકલ, શાકભાજી, આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.જીવન-જરૂરીયાતની વસ્તુ લેવા જતા વ્યક્તિનેપોલીસ રોકશે નહીં.લોકોને કાબૂમાં રાખવા માટે સરકારે એસઆરપીની 6 કંપનીફાળવવામાં આવી છે અને આગામી સમયમાં 4 RAFની 4 કંપની પણ ઉતારશે.સમગ્ર રાજ્યમાં ટેક્ષી, કેબ, રિક્ષા, લક્ઝરી બસ સહિત પબ્લિક ટ્રાન્સપોર્ટની સેવાઓ બંધ રાખવામાં આવશે. ખાનગી વાહનોથી અવરજવર કરી શકાશે. તેમાં ટુવ્હીલર અને ફોરવ્હીલરમાં માત્ર 2 જણાં જ બેસી શકશે.

No comments:

Post a Comment

Total Pageviews