WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Wednesday, March 25, 2020

મીડિયા કર્મીઓને લોક ડાઉનમાંથી મુક્તિ: રાજ્યના પોલીસ વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી પ્રેસ-મીડિયાને આવશ્યક સેવા તરીકે ચાલુ રાખવામાં આવશે



મીડિયા કર્મીઓને લોક ડાઉનમાંથી મુક્તિ: રાજ્યના પોલીસ વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી પ્રેસ-મીડિયાને આવશ્યક સેવા તરીકે ચાલુ રાખવામાં આવશે                                       અમદાવાદ : કોરોના વાયરસને કારણે સમગ્ર ગુજરતમાં લોકડાઉનનો અમલ ચાલુ છે આ અમલી કરણ દરમિયાન લોકડાઉનના જાહેરનામાંથી પ્રેસ-મીડિયાને આવશ્યક સેવા તરીકે ચાલુ રાખવામાં આવેલ છે,જેથી પ્રેસ અને તમામ પ્રકારના મીડિયા સાથે સંકળાયેલ લોકોને લોકડાઉનમાંથી મુક્તિ આપવાની રહે છે પરંતુ પોલીસ દ્વારા લોકડાઉનના અમલીકરણમાં પ્રેસ-મીડિયાના લોકોને પણ અટકાવવામાં આવતા હોવાનું ધ્યાને આવતા આ સંદર્ભે રાજ્ય પોલીસ વિભાગે કેટલીક સૂચનાઓ આપી છે ગુજરાત પોલીસ મુજબ કોઈપણ પ્રેસ-મીડિયાના રિપોર્ટર,કેમેરામેન,અથવા પ્રેસ મિડિયાની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને અટકાવાવમાં ન આવે અને આવા લોકો ફરજ પર પોતાના વાહન સાથે જઈ શકે તે સુનિશ્ચિત કરવું પરંતુ આવા વ્યક્તિ પાસે પ્રેસ મીડિયાનું કોઈ આઈ કાર્ડ અથવા યોગ્ય આધાર પુરાવા છે કે એકમ એ ચેક કરવું મીડિયાકર્મીઓ આવવા જવા માટે પ્રેસ મીડિયાની કંપની તરફથી ભાડા પર લીધેલ વાહનોનો અને તેના ડ્રાઈવર પાસે જો યોગ આધાર પુરાવા હોય તો લોકડાઉનમાંથી મુક્તિ આપવાની રહેશે લોકડાઉનના અમલીકરણ માટે પોલીસ કર્મચારીઓ દ્વારા મીડિયા કર્મચારીઓ સતરહે ઉદ્ધાતાઈભર્યું વર્તન કરવામાં આવતું હોવાની અમુક ફરિયાદ પણ મળેલ છે જેથી ફરજ પરના પોલીસકર્મી લોકડાઉનને અમલી કરતી વખતે યોગ્ય વાણી-વર્તન સાથે ફરજ બજાવે તે સુનિશ્ચિત કરવું ખાસ કરીને અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મીડિયાકર્મીઓ વધુ પ્રમાણમાં અવરજવર કરતા હોય છે જેથી અમદાવાદથી ગાંધીનગર તરફના રસ્તાઓ પર આવેલ ચેકપોસ્ટ ઉપર ઉક્ત સુચનોનું પાલન કરવું જાહેરમાર્ગ પરના ચેક પોઇન્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મચારીને આવી કોઈ વ્યક્તિની ઓળખ બાબતે જો કોઈ શંકા હોય અથવા આવી કોઈ વ્યક્તિ પાસે પૂરતા આધાર પુરાવા ના હોય તેવા સંજોગોમાં પોલીસ કર્મચારીએ તે વ્યક્તિની અવરજવર અટકાવતા પહેલા ઉપરી અધિકારીનું ધ્યાન દોરવાનું રહેશે

No comments:

Post a Comment

Total Pageviews