પાલનપુર ના લક્ષ્મીપુરા માં કોરોના વાયરસ સામે સંપુર્ણ ગામમાં સેનેટાઇઝ કરવા મા આવ્યું લક્ષ્મીપુરા ગામ લોકડાઉન . પાલનપુર તાલુકાના લક્ષ્મીપુરા ગ્રામ પંચાયત દ્વારા ગામ ના સરપંચ શ્રી અશોકભાઇ ફુલાણી ઉપ સરપંચ શ્રી ચીમનભાઈગણેશ ભાઇ જગાણીયા તલાટી શ્રી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચિત્રાસણી તાલુકો પાલનપુર, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ બનાસકાંઠા ના સંયુક્ત ઉપક્રમે કોરોના મહામારી સામે રક્ષણ મળે, લોકો સ્વસ્થ રહે અને રોગ નો ફેલાવો ના થાય તે ઉદ્દેશ થી પાલનપુર તાલુકા આરોગ્ય અધિકારી શ્રી, મ .પ .હે.સુ. શ્રી કોમ્યુનિટી હેલ્થ ઓફિસર લક્ષ્મીપુરા ફીમેલ હેલ્થ વર્કર અને લક્ષ્મીપુરા ગ્રામ પંચાયત ના તમામ સભ્યશ્રીઓ, ગ્રામ સેવક, ગામ આગેવાનો અને ગ્રામજનો ના સહકાર થી લક્ષ્મીપુરા ગામમાં કોરોના વાયરસ સામે લડત આપવા ગામમાં દવા નો છંટકાવ કરી સેને ટાઇઝ કરવામાં આવ્યું , ,
આજે સંપૂર્ણ ભારત લોક ડાઉન છે ત્યારે સરકાર શ્રી ના આદેશ મુજબ 21 દીવસ ના લોક ડાઉન નો સંપૂર્ણપણે અમલ થાય તે માટે પંચાયત ધવરા ગ્રામજનો ને આ બાબતે જાગૃત કરવામાં આવ્યા અને દેશમાં આ મહામારીનો ની સામે લડવા માટે ઘરે રહો સુરક્ષિત રહો ના સુત્ર સાથે માહિતગાર કરવામાં આવ્યા .
ગામમાં તમામ ગ્રામજનો આ કોરોના જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સરકાર શ્રી ના આરોગ્ય વિભાગ ના લક્ષ્મીપુરા MPHW, FHW આરોગ્ય સ્ટાફ અને ગ્રામ પંચાયત ધવરા ટી એચ સી પાવડર નો છંટકાવ કરી ને લક્ષ્મીપુરા ગામ ને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું







No comments:
Post a Comment