સીયા જાફરી મશાયખી મોમીન જમાત મેતા તરફ થી મુખ્યમંત્રી રાહત ફંડ માં 72000 નો ચેક અપૅણ......
સમગ્ર ગુજરાતમાં જીવલેણ અને ઘાતકી કોરોના નો કહેર એ હાહાકાર મચાવી દીધો છે. જોકે કોરોના ને પહોંચી વળવા માટે સરકારે વિવિધ નિર્ણય લઈ કોરોના ને ડામવા માટે ના પ્રયત્નો થઇ રહ્યા છે ત્યારે વિવિધ સંસ્થાઓ મુખ્યમંત્રી રાહત ફંડ માં દાન કરી રહ્યા છે ત્યારે વિવિધ સંસ્થાઓ ગ્રુપો પણ ગરીબોને મદદે આવ્યા છે.ત્યારે આજ રોજ મેતા સીયા જાફરી મશાયખી મોમીન જમાત દ્વારા વડગામ મામલતદાર આર.સી.ઠાકોર સાહેબ હસ્તક 72000 રૂપિયા નો ચેક ગુજરાત મુખ્યમંત્રી રાહત ફંડ માં અર્પણ કરી માનવતા નું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું જેમાં સીયા જાફરી મશાયખી મોમીન જમાત ની કમિટી અને આગેવાનો તથા પ્રમુખ ખાદીમ હુસૈનભાઈ નાદોલીયા, ફલજીભાઈ ચૌધરી, બી.એમ.જીરાલા,મોબીન પટેલ(MP) તેમજ સામાજિક આગેવાનો હાજર રહી પોતાની રાષ્ટ્ર હિતની ભાવના દાખવી અને દરેક સમાજ ના લોકોને અને વિવિધ સંગઠનોને મુખ્યમંત્રી ના રાહત ફંડમા ફાળો જમા કરાવવા સંદેશો પાઠવ્યો હતો.






No comments:
Post a Comment