બનાસકાંઠા બ્રેકિંગ.... બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાંગલે સાહેબ અને ડીએસ પી તરુણ દુગગલ સાહેબ. ના આદેશ અનુસાર બનાસ કાંઠા ડિવાય એસ પી જન કાંત સાહેબે જાહેર જનતાને જણાવ્યું કે જનતા એ સારો સહકાર આપ્યો છે અને લોક ડાઉન નો જીલ્લા મા અમલ થ ઇ રહ્યો છે લોક ડાઉન નો પાલનપુર મા ચુસ્ત રીતે અમલ થાય તે માટે સરકાર ની ગાઈડ લાઇન મુજબ રૂટ ને આજે ડા ઈવર્ટ કરવા મા આવ્યા છે
કોરોના વાયરસને અનુલક્ષી પાલનપુર ગુરુનાનક ચોક તરફ જતા ફોર વ્હીલર વાહનો ઉપર પ્રતિબંધ મુકાયો.
(માહિતી બ્યુરો, પાલનપુર)
હાલમાં નોવેલ કોરોના વાયરસ COVID-2019ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ COVID-2019 ના કુલ-૩૦૦૦થી વધારે કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમાંતરે નોવેલ કોરોના વાયરસ COVID-2019 ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ ગુરૂનાનક ચોકમાં વધુ વાહનો ભેગા ના થાય તે માટે ફોરવીલ વાહનો તેમજ ભારે વાહનો અટકાવવા નીચે મુજબ જણાવેલ વિગતે પાલનપુર શહેરના સમગ્ર વિસ્તારમાં નીચે મુજબના જાહેરનામાથી નિયંત્રણો મુકવા પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠા દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ છે.
શ્રી સંદિપ સાગલે, (આઈ. એ.એસ.) , જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા, પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ના અધિનિયમની કલમ-૩૩ (૧) (ખ), તેમજ નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ અન્વયે મળેલ સતાની રૂએ તા . ૦૫ /૦૪/૨૦૨૦ થી તા.૧૪/ ૦૪/૨૦૨૦ સુધી (બંને દિવસો સહિત ) આવતા જતા વાહનોનું ડાયવરઝન નીચે જણાવેલ વિગતે ડાયર્વટ કરવા આથી ફરવાયુ છે.
(૧) એરોમા સર્કલથી ગુરૂનાનક ચોક વિસ્તારમાં જતા ફોરવીલ વાહનોને ડોકટર હાઉસના સામે બ્રીજ પાસે અટકાવી તે ફોર વીલ વાહનો ડોકટર હાઉસથી લક્ષ્મીપુરા થઈ લક્ષ્મીપુરા ફાટક પસાર કરી ગોબરી રોડે નિકળશે અને તે ફોરવીલ વાહનો ગઠામણ સર્કલ થી સીવીલ હોસ્પિટલમાં જવું હોય તો સંજય ચોકથી શીમલાગેટ વાળા રસ્તે થઈ જશે, અને તેજ રસ્તે થઈ પરત જશે તેમજ ગઠામણ સર્કલ થી એસ. બી. આઈ તેમજ એસ.બી.આઈ તેમજ જુના ગંજમાં જતા વાહનો જુના ગંજ ના સામે તેમજ એસ. બી.આઈ ના આગળના રસ્તે થઈ ગુરૂનાનક ચોક તરફ જતા ફોર વીલ વાહનો ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે .
(૨) એરોમા સર્કલ થી જે ફોર વીલ વાહનોને સીવીલ હોસ્પિટલ તેમજ માવજત હોસ્પિટલ જવું હોય તો તે ફોરવીલ વાહનો જુના આર. ટી. ઓ સર્કલ થી માનસરોવર રોડ ઉપર થઈ ને સીમલા ચોક જશે. અને તેજ રસ્તે થઈ પરત જશે.
(૩) કિર્તીસ્તંભ થી ગુરૂનાનકચોક તરફ આવતા ફોર વીલ વાહનો પ્રતિબંધિત રહેશે. જે ફોર વીલ વાહનો કિર્તીસ્તંભ સુધી જ જશે.
(૪) સંજયચોક થી ગુરૂનાનકચોક તરફ જતા ફોરવીલ વાહનો પ્રતિબંધિત રહેશે.
(૫) ગુરૂનાનક ચોકમાં ફોરવીલ વાહનોનો ધસારો વધુ રહેતો હોઈ ઉપર જણાવેલ વિગતે સરકારી વાહન તેમજ એમ્બયુલન્સ સિવાયના ફોરવીલ વાહનો તેમજ ભારે વાહનો ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. ફકત ભારે વાહનો માટે રાત્રિના ૮ : ૦૦ થી સવારના ૬ : ૦૦ કલાક સુધી મુકિત આપવામાં આવે છે. આ હુકમ તા.૦૫ /૦૪/૨૦૨૦ થી તા .૧૪ /૦૪ /૨૦૨૦ સુધી દિન- ૧૦ સુધી અમલમાં રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સ્ટબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ. પી.સી. ક. ૧૮૮ તથા ગુ. પો. અધિ. ક. ૧૩પ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.





No comments:
Post a Comment