WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Tuesday, April 7, 2020

લાખણી/લાલપુર મા અદ્વેત સાર્વજનિક ટ્રસ્ટ ના પ્રમુખ મહેશ દવે દ્વારા કોરોના ના કેર વચ્ચે સોત સેવા કાર્યક્રમો સરાહનીય



અરૂણોદય ન્યૂઝ એડિટર:-ફરીદ ખાન ચૌહાણ
અદ્વેત સાર્વજનિક ટ્રસ્ટ ના પ્રમુખ મહેશ દવે દ્વારા કોરોના ના કેર વચ્ચે સોત સેવા કાર્યક્રમો સરાહનીય

વિશ્વભરમાં કોરોનાવાયરસ ની મહામારી થી અનેક લોકો સંક્રમિત થયા છે. સેંકડો લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. સરકારે lockdown અને કાયદાથી પ્રજાજનોને સચેત રહેવાની અપીલ કરી છે. ત્યારે અદ્વેત સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ અને તાલુકા પંચાયત લાખણીના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દવે દ્વારા જન જાગૃતિ સરકાર ના કાયદાઓનો અમલ કરાવવા ઉપરાંત સંસ્થા દ્વારા અનેક પ્રવૃત્તિ દ્વારા સેવા કાર્ય કરી કોરોના ની મહા મારીના સંકટમાં સરકાર અને પ્રજાની પડખે રહી અહર્નિશ સેવા મહે......... નો મંત્ર લઈ રાતદિવસ પ્રયત્નશીલ છે. સૌપ્રથમ ફૂડ પેકેટ ત્રણ દિવસ વિતરણ કર્યા બાદ પોલીસ આરોગ્ય કર્મચારીઓ અને જરૂરિયાતમંદ લોકોને ગરમ નાસ્તો તથા રામનવમીએ ફરાળી મોરૈયાની ખીચડી વગેરે પહોંચાડી એક અઠવાડિયાથી વધુ સેવા આપેલ જ્યારે હાલમાં ગુજરાત સરકારના આયુર્વેદિક વિભાગ દ્વારા આયુર્વેદિક મસાલાનો ઉકાળો આપી રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે પાવડર મેળવી તેમાં અરડૂસી, તુલસિ ગોળ મિક્સ કરી અલગ-અલગ અલગ ગામોમાં સામાન્ય પ્રજા સુધી આ ઉકાળો પીવડાવવાનું કામ કરવામાં આવી રહેલ છે.
 તેના ભાગરૂપે આજરોજ 6-4-2020 ના સોમવારે સવારે છ વાગે લાલપુર દૂધમંડળી એ મહેશભાઈ દવે તથા તેમના કાર્યકર્તાઓએ આવી ગામ અને પેટા વિસ્તારની ડેરીએ આવતા દૂધ ગ્રાહકોને જરૂરી સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે રીતે તથા ઉકાળો કઈ રીતે બને છે અને આ ઉકાળો કેટલો કારગત છે તેની વિગતો સમજાવી હતી તેમજ કેટલાક ખેતરોમાં ઘરે ઘરે જઈ ઉકાળાનો વિતરણ કરાયું હતું.આ પ્રસંગે મંત્રી સેંધાભાઈ , ચેરમેન ખુમાભાઇ વનાભાઈ, રતનપુરી બાપજી, ડી.કે.ઠાકોર, અજુજી ઠાકોર, બાબુભાઈ મેમણ,ડાયાજી ઠાકોર વગેરે હાજર રહ્યા હતા.
અહેવાલ :- જીગ્નેશ ગજ્જર બ્યુરો ચીફ થરાદ બનાસકાંઠા


No comments:

Post a Comment

Total Pageviews