આપણે સૌ જાણીએ છીએ તેમ સમગ્ર ભારતમાં અત્યારે કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે તેવા સમયમાં ઘણા સમયથી આપણી શાળાના તેમજ અન્ય શાળાના બાળકો ઘરે જ છે. તેમજ ઘરે રહી ને સોશિયલ distance થી પોતાનો સમય વ્યતીત કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી બાળકો શૈક્ષણિક સંસ્થાઓમાં ગયા નથી.
તેવા સમયે બાળકો અભ્યાસ જોડે જોડાયેલા રહે તેમજ તેઓના જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી શ્રી સોળગામ લેઉઆ પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર દ્વારા સમગ્ર બનાસકાંઠા ની કોઈપણ શાળામાં અભ્યાસ કરતો બાળક online એક્ઝામ આપી ને સ્વમૂલ્યાંકન કરી શકે તેમજ શિક્ષણ સાથે જોડાયેલી રહી શકે તે માટે ડેલ્ટા infosoft પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ ની મદદથી એક ઓનલાઇન એકઝામ એપ્લિકેશન તૈયાર કરવામાં આવેલ છે. અને તમામ બાળકો પોતાના ઘરે રહીને મોબાઈલ દ્વારા પરીક્ષા આપી શકશે અને તેનું પરિણામ પણ મેળવી શકશે.
*-ઓનલાઇન પરીક્ષા આપવા માટે દરેક બાળકને પ્રથમ તારીખ 23-4-2020 થી તારીખ 28-4-2020 સુધી આ લિંક http://swastik.schoolierp.com પર ઓનલાઈન રજીસ્ટેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ પરીક્ષાના સમયપત્રક મુજબ પરીક્ષા આપી શકાશે*
*-તેમજ આ પરીક્ષા ઓનલાઈન આપનાર બાળકને online pdf ફાઈલ દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.*
*- આ પરીક્ષા ધોરણ 1 થી 8 તેમજ ધોરણ 9 અને 11 ના બાળકો આપી શકશે.*
*-આ ઓનલાઇન એકઝામ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુર ના તમામ બાળકો તેમજ બીજી શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને પરીક્ષા આપી શકશે.*
*-પરીક્ષા આપ્યા બાદ પરીક્ષા આપનાર તમામ બાળકને online સર્ટિફિકેટ પણ મળી રહેશે*
મણીભાઈ સુથાર
આચાર્ય,
શ્રી કે.કે.ગોઠી હાઈસ્કૂલ અને સ્વસ્તિક ઉચ્ચતર માધ્યમિક શાળા પાલનપુર
ચંદ્રકાંત પટેલ
આચાર્ય
શ્રીમતી એસ. સી સાળવી અને શ્રીમતી એમ.એસ સાળવી પ્રાથમિક શાળા પાલનપુર
મગનભાઈ પ્રજાપતિ
આચાર્ય
શ્રીમતી એસ. સી સાળવી અને શ્રીમતી એમ.એસ સાળવી પ્રાથમિક શાળા પાલનપુર
*-રોહિત ભુટકા .*
ચેરમેન, સ્વસ્તિક આર્ટ એકેડેમી
સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુર







No comments:
Post a Comment