કડક હાથે કાર્યવાહી હાથ ધરી થરાદ પીઆઈ કરી રહ્યા છે સરાહનીય કામગીરી
કોરોના વાયરસને કારણે લોકડાઉન કરી સૌ લોકોને ઘરે રહેવા અપીલ કરાઈ રહી છે, જોકે થરાદમાં પણ થરાદ પોલીસ દ્વારા લોકોને ઘરે રહો સુરક્ષિત રહોની વારંવાર અપીલ કરવામાં આવી રહી છે ત્યારે થરાદ પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરી બિન જરૂરી રખડતા લોકો સામે થરાદ પીઆઈ સાહેબ શ્રી જે.બી. ચૌધરી દ્વારા કાર્યવાહી હાથ ધરતા તેમની ઉત્કૃષ્ટ કામગીરી સરાહનીય બની છે. જોકે એકબાજું થરાદ પોલીસ દ્વારા જરૂરીયાત મંદ લોકો માટે સરાહનીય કામગીરી બજાવી રહ્યાં છે તો બીજી બાજુ બિનજરૂરી આમતેમ લટાર મારતા લોકો સામે લાલ આંખ કરી કાયદાનું ભાન કરાવી રહ્યાં છે, ત્યારે થરાદ પીઆઈ દ્વારા કાળા કાચની ગાડીચાલકો સામે સ્થળ પર જ દંડ તેમજ બિન જરૂરી રખડનારાઓને ૫૦૦ રૂપિયાનો દંડ વસૂલી સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કરતાં વાહનચાલકો સહિત લોકોને કાયદાનું ભાન કરાવી ઘરે રહો સુરક્ષિત રહોની વારંવાર અપીલ કરતા પીઆઈ સહિત પોલીસ સ્ટાફની કામગીરી પ્રસંશાને પાત્ર છે.
રિપોર્ટ બાય :-જીગ્નેશ ગજ્જર થરાદ





No comments:
Post a Comment