WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Friday, April 17, 2020

બનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો ઢાંકવો ફરજીયાતઃ સભાઓ પર પ્રતિબંધ


બનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ ચેહરો
ઢાંકવો ફરજીયાતઃ સભાઓ પર પ્રતિબંધ

જાહેર અને કામના સ્થળોએ સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવા આદેશ
૬૫ વર્ષથી વધુ ઉંમર વ્યકિતઓ, બિમારીથી પિડીત તેમજ
પાંચ વર્ષથી નાના બાળકના વાલીઓને ઘરેથી કામ કરવા પ્રોત્સાહિત કરવા
(માહિતી બ્યુરો, પાલનપુર)
          હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ કોવિડ-૧૯ના મોટી સંખ્યામાં કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમાંતરે નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૭ (૩) નીચે મળેલ સત્તાની તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ હેઠળ બનાસકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં નીચે મુજબના જાહેરનામાથી નિયંત્રણો મુકવા જરૂરી જણાય છે. શ્રી સંદિપ સાંગલે, (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, ગુજરાત રાજય પોલીસ અધિનિયમ ની કલમ-૩૭ (૩), તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ તથા ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-૨૦૨૦ અન્વયે મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં નીચે મુજબના કૃત્યો કરવાની મનાઈ ફરમાવાઇ છે.
              જાહેર સ્થળોએ તેમજ કામના સ્થળોએ ચેહરો ફરજિયાતપણે ઢાંકવાનો રહેશે. જાહેર સ્થળો, કામના સ્થળો, વાહન સંચાલકો અને મુસાફરો તમામ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નિર્ધારીત કરવામાં આવેલ સોશ્યલ ડિસ્ટન્સીંગના માપદંડો સુનિશ્ચિત કરવાના રહેશે. કામના તમામ સ્થળોએ પુરતા પ્રમાણમાં તાપમાન માપવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ તથા યોગ્ય સ્થળોએ પુરતા પ્રમાણમાં સેનેટાઈઝરોની સુવિધા પુરી પાડવાની રહેશે.  કામના સ્થળોએ બે પાળી વચ્ચે એક કલાકનું અંતર હોવું જોઈએ. તેમજ સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાઈ તે રીતે સ્ટાફ માટે ભોજન વિરામનો સમય સુનિશ્ચિત કરવાનો રહેશે. ૬૫ વર્ષ થી વધુ વયના વ્યકિતઓ તથા અન્ય બિમારીઓથી ગ્રસ્ત હોય તેવા તેમજ પાંચ વર્ષથી નાના બાળકના વાલીઓને ઘરેથી કામ કરવા પ્રોત્સાહિત કરવાના રહેશે. તમામ જાહેર તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને આરોગ્યસેતુ એપ્લીકેશનના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવાના રહેશે. તમામ સંસ્થાઓએ પાળી વચ્ચેના અંતરમાં કામના સ્થળોને સેનેટાઈઝ કરવાના રહેશે. મોટી સભાઓ પ્રતિબંધિત રહેશે. સામાન્ય વપરાશવાળી સપાટીઓની વારંવાર સફાઈ કરવાની રહેશે. તેમજ હાથની ફરજિયાત સફાઈ આદેશાત્મક રહેશે. પાળીઓ વચ્ચે અંતર તેમજ કેન્ટીનમાં સોશ્યલ ડિસ્ટન્સીંગના હેતુસર છુટાછવાયા ભોજનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.  સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર સઘન પ્રત્યાયન તથા તાલીમ યોજવાની રહેશે.
         આ હુકમ તા.૧૬/૦૪/૨૦૨૦ થી તા.૦૩/૦૫/૨૦૨૦ સુધી દિન-૧૭ (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.
        આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સ્ટબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાના ભંગ કરનાર ઈસમો સામે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતા સને ૧૮૬૦ ની ક. ૧૮૮ તથા ગુ.પો.અધિ. ક. ૧૩૫ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

No comments:

Post a Comment

Total Pageviews