WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Friday, April 10, 2020

બેફિકર ફરતા લોકો ઉપર તંત્રની લગામઃ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પ્રસિધ્ધ કરી કેટલાંક કડક નિયંત્રણો મુક્યા


બેફિકર ફરતા લોકો ઉપર તંત્રની લગામઃ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પ્રસિધ્ધ કરી કેટલાંક કડક નિયંત્રણો મુક્યા
દુધપાર્લર, ડેરી પરથી ફકત સવારના ૫.૦૦ થી
૯.૩૦ કલાક સુધી દુધ વિતરણ કરવાનું રહેશે
………………..
કરીયાણાના વેપારીઓએ પોતાની દુકાનો પરથી
વેચાણ સદંતર બંધ રાખવુઃ હોમડીલીવરી કરી શકશે
………………..
સવારના ૭.૦૦ થી ૧૦.૦૦ કલાક દરમ્યાન
શાકભાજી અને ફળફળાદીનું વેચાણ કરી શકાશે
………………..
જાહેરનામાના અમલ માટે શહેરી વિસ્તારમાં નગરપાલિકા
અને ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતોને કડક સુચના અપાઇ
………………..
(માહિતી બ્યુરો, પાલનપુર)
હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૨૦૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈજેશન દ્વારા અસરકારક વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. નોવેલ કોરોના વાયરસ કોવીડ-૨૦૧૯ની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરીત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭ અન્વયે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૧૩/૦૩/૨૦૨૦ના જાહેરનામાથી રાજયમાં "ધી ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન ૨૦૨૦" લાગુ કરવામાં આવેલ છે. ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયના હુકમ મુજબ તા.૨૪ માર્ચ-૨૦૨૦થી સમગ્ર ભારતમાં ૨૧ દિવસ માટે લોકડાઉન કરવાનો હુકમ થયો છે. જે અનુસંધાને હાલની પરિસ્થિતિમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૨૦૧૯ના લાગુ ઝડપી સ્થાનિક સંક્રમણને ધ્યાને લેતાં, તકેદારીના ભાગરૂપે લોકોની અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ બનાસકાંઠા જિલ્લાના તમામ વિસ્તારમાં કેટલાંક નિયંત્રણો મુકવા તથા અગાઉ જાહેરનામાં દ્વારા આપવામાં આવેલ સુચનાઓમાં જરૂરી ફેરફાર કરવો જરૂર જણાય છે.
        શ્રી સંદિપ સાગલે, (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા, પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ ની કલમ-૧૪૪, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ તથા ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-૨૦૨૦ અન્વયે મળેલ સત્તાની રૂએ ફરમાવાયું છે કે,
(૧) તા.૧૧/૦૪/૨૦૨૦ થી તા.૧૪/૦૪/૨૦૨૦ સુધીના સમયગાળા દરમ્યાન અમુલ પાર્લર, દુધપાર્લર ડેરી પરથી ફકત સવારના ૫.૦૦ થી ૯.૩૦ કલાક સુધી દુધ વિતરણ કરવાનું રહેશે. દિવસના અન્ય સમયગાળા દરમ્યાન અમુલ પાર્લર દુધપાર્લર ડેરી સદંતર બંધ રાખવાની રહેશે. તેમજ છૂટક દુધનું વેચાણ કરતા વિક્રેતાઓ ફકત સવારે ૫.૦૦ થી ૯.૩૦ સુધીમાં જ વેચાણ કરી શકાશે. સાંજના સમયે દુધનું વિતરણ કરી શકાશે નહી. વિતરકોએ ૧૦.૦૦ કલાક સુધીમાં તેઓના ઘરે પહોંચી જવાનું રહેશે .
(૨) તમામ હોલસેલ છુટક કરીયાણાના વેપારીઓએ તા.૧૧/૦૪/૨૦૨૦ થી તા.૧૪/૦૪/૨૦૨૦ દરમ્યાન પોતાની દુકાનો પરની રૂબરૂ ગ્રાહકો માટેનું વેચાણ- વિતરણ સદંતર બંધ રાખવાનું રહેશે. તેઓ ગ્રાહકોને હોમડીલીવરી કરી શકશે.
(૩)  બનાસકાંઠા જિલ્લામાં આવેલી તમામ નર્સિંગ હોમ હોસ્પિટલો દવાખાનામાં (ઈનહાઉસ)માં આવેલા મેડીકલ સ્ટોર્સ ખુલ્લા રાખી શકાશે.
       બનાસકાંઠા જિલ્લા શહેરી વિસ્તારમાં આવેલ તમામ દવાના સ્ટોર્સ/મેડીકલ સ્ટોર્સ પૈકી વોર્ડવાર તેમના એસોસિયેશન દ્વારા નકકી થતી એક દવાની (મેડીકલ સ્ટોર્સ) દુકાન ખુલ્લી રાખી શકાશે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગામદીઠ એક દુકાન મેડીકલ સ્ટોર્સ ખુલ્લી રાખી શકાશે. આ બાબતે અમલીકરણની જવાબદારી સંબંધિત નગરપાલિકા અને ગ્રામ પંચાયતની રહેશે.
       પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, થરા અને ભાભર શહેર સહિતના તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ટેમ્પોટ્રેકટર/લારી દ્વારા સવારના ૭.૦૦ થી ૧૦.૦૦ કલાક દરમ્યાન શાકભાજી ફળફળાદી/વિતરણ વેચાણ કરી શકાશે. તેમાં બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોએ પોતાના વિસ્તારમાંથી જરૂરી મુજબની શાકભાજી મેળવી લેવાની રહેશે. તથા વિતરકોએ ૧૦.૩૦ કલાક સુધીમાં તેઓના ઘરે પહોંચી જવાનું રહેશે. આ બાબતે શહેરી વિસ્તારમાં અમલીકરણની જવાબદારી સંબંધિત નગરપાલિકા અને ગામ વિસ્તારમાં સંબંધિત ગ્રામ પંચાયતની રહેશે.
(૬) દરેક નાગરિક ઈસમએ લોકડાઉન દરમ્યાન ફરજીયાતપણે પોતાના ઘરમાં જ રહેવાનું રહેશે. ઘરની બહારના જાહેર રસ્તા પર મોર્નીગ વોક ઈવનીગ વોક પણ કરી શકશે નહીં.
(૭) બનાસકાંઠા જિલ્લાના મીડીયાકર્મી પત્રકાર, ડોકટર/પેરામેડીકલ સ્ટાફ અને લેબ ટીસ્ટીંગ સાથે સંકળાયેલ સ્ટાફ તથા સરકારી/અર્ધસરકારી કચેરીઓમાં આઉટસોર્સથી સેવા આપનાર એજન્સીઓ /કર્મચારી તમામને અત્રેથી આપવામાં આવેલ મુકિતપાસ માન્ય રહેશે.
(૮) લોકડાઉનમાંથી મુકિત આપવામાં આવેલ ઔધૌગિક એકમના કર્મચારીઓ જેઓને મુકિત પાસ આપવામાં આવેલ હોય તેઓ ઘરથી વ્યવસાય તથા વ્યવસાયના સ્થળેથી ઘરે જઈ શકશે.
(૯) સરકારી/અર્ધસરકારી કચેરીઓમાં પાણીની સેવાઓ પુરી પાડનાર વિક્રેતાઓ સવારના ૮.૦૦ થી ૧૧.૦૦ કલાક દરમ્યાન પાણીની સેવાઓ પૂરી પાડી શકશે અને તેઓને આપવામાં આવેલ પાસ આ સમય દરમ્યાન જ (૧૦) પંડીત દિનદયાળ ગ્રાહક ભંડારના વિક્રેતાઓ સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ વખોતવખતની સુચનાઓ મુજબ અનાજનું વિતરણ ચાલુ રાખી શકશે. અને તેઓને આપવામાં આવેલ પાસ માન્ય ગણાશે.
(૧૨)ખાતરના ડેપો તથા એગ્રો બીયારણ,જંતુનાશક દવાના માલસામાનનો વેચાણ કરતા વિક્રેતાઓએ ફકત હોમડીલીવરી જ કરવાની રહેશે.
(૧૩) દ્વિ સક્રિય વાહન પર એક વ્યકિત અને ત્રણ ચાર ચક્રિય વાહનમાં બે થી વધુ વ્યકિત પ્રવાસ કરી શકશે નહી.
(૧૪)આ સમય દરમ્યાન કેન્દ્ર, રાજય સરકારની વખતોવખતની તમામ સુચનાઓનું પાલન કરવાનું રહેશે. આ જાહેરનામું સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લાગુ પડશે.
આ હુકમ નીચેની વ્યકિતઓને લાગુ પડશે નહી.
        (૧) આ હુકમ બેંક/પોસ્ટ/ તમામ સરકારી ફરજ પરના અધિકારી/કર્મચારીઓ તથા તેના વાહનો અને પ્રિન્ટ મીડીયા, ઈલેક્ટ્રોનીક મીડીયા કર્મીને લાગુ પડશે નહી.
આ જાહેરનામું તા.૧૧/૦૪/૨૦૨૦ થી તા.૧૪/૦૪/૨૦૨૦ સુધી દિન-૦૪ સુધી અમલમાં રહેશે.
ગુજરાત પોલીસ એકટ કલમ-૧૬૩ મુજબ પોલીસ અધિકારીઓ પણ આ હુકમની જાહેરાત કરવા અધિકૃત ગણાશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સ્ટબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતા સને ૧૮૬૦ની ક.૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે

No comments:

Post a Comment

Total Pageviews