કોરોના વાયરસના સંક્રમણ ફેલાતુ અટકાવવા
બિનજરૂરી ઘરની બહાર નિકળવું નહીં
બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ
(માહિતી બ્યુરો, પાલનપુર)
ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયના તા.૨૪/૦૩/૨૦૨૦ના હુકમથી સમગ્ર ભારતમાં ૨૧ દિવસ માટે સમગ્ર ભારતમાં લોકડાઉન કરવાનો હુકમ થયેલ છે. જેથી સોશ્યલ ડીસ્ટન્સીંગથી કોરોના વાયરસના સંક્રમણને અટકાવી શકાય. આમ છતાં કેટલાય લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળી રહ્યા હોવાના કારણે કોરોના વાયરસનું સંક્રમણ થવાની શકયતાઓ નકારી શકાય નહી. જેથી આવા બિનજરૂરી રીતે ઘરની બહાર નિકળતા લોકોને અટકાવવા અને લોકડાઉનનું ચુસ્તપણે અમલવારી કરવા માટે કાયદાકીય કાર્યવાહી કરવી જરૂરી હોઇ, નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ અને જી.પી.એકટની કલમ-૩૩ (૧) તથા ૩૭ (૩) અન્વયેનું અનુલક્ષીને જાહેરનામું બહાર પાડવામાં આવેલ. તેમજ ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા. ૧૪/૪/૨૦૨૦ના જાહેરનામાથી સમગ્ર રાજયમાં વધુ ૧૯ દિવસ માટે એટલે કે તા.૧૫/૪/૨૦૨૦ ના ૦૦.૦૦ કલાક થી તા.૦૩/૦૫/૨૦૨૦ ના ૨૪.૦૦ કલાક સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ બંધ રાખવા જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે. જેને અનુલક્ષીને જાહેરનામું બહાર પાડવું આવશ્યક જણાય છે.
શ્રી સંદિપ સાગલે, (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમની ક.૩૩ (૧) તથા ૩૭ (૩) અને નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ- ૩૪ થી મળેલ સત્તાની રૂએ કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા બનાસકાંઠા જિલ્લામાં નીચે મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવાઇ છે.
(૧) સમગ્ર બનાસકાંઠા જિલ્લાના વિસ્તારમાં કોરોના વાઈરસનું સંક્રમણ ન ફેલાય તે સારૂ કોઈપણ વ્યકિતએ બિનજરૂરી રીતે ઘરની બહાર નિકળવું નહીં કે અવર-જવર કરવી નહીં અને જિલ્લાની હદ ક્રોસ કરવી નહી. તેમજ લોકડાઉનની ચુસ્તપણે અમલવારી કરવી.
અપવાદ :– આ હુકમનો ખંડ ૧ નીચેની વ્યકિતઓને લાગુ પડશે નહી.
(૧) જે વ્યકિત સરકારી ફરજ અથવા કામગીરીમાં રોકાયેલ હોય તેમજ હોમગાર્ડ કે, અન્ય સરકારી અથવા સરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેવાને તથા સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી. આ જાહેરનામુ તા.૧૭/૦૪/૨૦૨૦ થી તા.૦૩/૦૫/૨૦૨૦ સુધી અમલમાં રહેશે.
આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સ્ટબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ફોજદારી અધિનિયમ સને ૧૮૬૦ની ક.૧૮૮ તથા ગુ.પો.અધિ.ક. ૧૩૫ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.





No comments:
Post a Comment