યુપીના શ્રમિકોએ વતન જવા થરાદ બસ ડેપોમાં મચાવ્યો હોબાળો
કોરોનાનો કાળો કેર સમગ્ર વિશ્વમાં વર્તાઈ રહ્યો છે, તેમજ કપરા સમયમાંથી પસાર થવા દેશમાં લોકડાઉન જાહેર કરી કોરોનાના સામે જંગ લડી રહ્યાં છે જોકે કપરા સમયમાં દેશમાં લોકડાઉન જાહેર થતાં ગુજરાત રાજયના બહારના શ્રમિકો ફસાઈ ગયા હતા, ત્યારે થરાદ ખાતે પણ યુપીના શ્રમિકોએ પોતાના વતન જવાની જિદ પકડી હોબાળો મચાવતાં વહીવટી તંત્ર દોડતું થઇ ગયું હતું. યુપીના શ્રમિકોએ પોતાના વતન જવાની માંગ પર અડગ રહીને થરાદ ડેપોમાં હોબાળો મચાવ્યો હતો, જોકે શ્રમિકોએ હોબાળો મચાવતા થરાદ પોલીસે શ્રમિકોને સમજાવ્યા હતા તેમજ થરાદના ધારાસભ્યે પ્રાંત અધિકારીને આ સંદર્ભે રજૂઆત કરી ધારાસભ્યે શ્રમિકોને સમજાવી ટૂંક સમયમાં પોતાના વતનમાં મોકલી આપવાનું આશ્વાસન આપી મામલો થાળે પડ્યો હતો. આ મામલે થરાદ પ્રાન્ત અધિકારી સહિત નગર પાલિકા દ્વારા શ્રમિકોને જમવા માટેના કીટની વ્યવસ્થા કરી આપી હતી, જોકે વતન જવા અડગ બનેલા યુપીના શ્રમિકોએ મિડીયા સમક્ષ જણાવ્યુ હતું કે જે જિલ્લામાં ટ્રેન ચાલતી હોય એ ટ્રેનમાં જાઓ પરંતુ અમારા જિલ્લામાં ટ્રેન ચાલતી નથી તેમજ અગિયાર વાગ્યાથી જમવાની કોઈ વ્યવસ્થા નથી કે નથી કોઈ કર્મચારી અમારી વ્યવસ્થા ન કરતા નથી અને કાંતો અમને જવા દે અન્યથા અમે ઝેર લઇ મરી જવાની ચીમકી ઉચ્ચારી મીડિયા સમક્ષ મનોવેદના ઠાલવી હતી, જોકે શ્રમિકોની અડગ જિદથી આખરે પોલીસે શ્રમિકોને સમજાવી થરાદમાં પોત પોતાના ઘરે મોકલતા સમગ્ર મામલો થાળે પડયો હતો.....
રિપોર્ટ બાય :- જીગ્નેશ ગજ્જર થરાદ બનાસકાંઠા





No comments:
Post a Comment