WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Tuesday, May 19, 2020

આવતીકાલ તા.૨૦ થી બનાસકાંઠા જિલ્લામાં એસ.ટી.બસો શરૂ થશે --કલેકટરશ્રી સંદીપ સાગલે


આવતીકાલ તા.૨૦ થી બનાસકાંઠા
જિલ્લામાં એસ.ટી.બસો શરૂ થશે
--કલેકટરશ્રી સંદીપ સાગલે

જિલ્લામાં સવારે-૮.૦૦ થી સાંજે-૬.૦૦ વાગ્યા
સુધી ૬૫ એસ.ટી.બસો કુલ-૪૨૪ ટ્રીપો કરશે
 (માહિતી બ્યુરો,પાલનપુર)
       લોકડાઉન ૪ ને અનુલક્ષી ભારત સરકારની તા.૧૭/૫/૨૦૨૦ની નવી માર્ગદર્શિકા મુજબ તથા ગુજરાત સરકારના તા.૧૮/૫/૨૦૨૦ના જાહેરનામાથી લોકડાઉન સંદર્ભે નિર્દેશો આપેલા છે. લોકડાઉનના નવા દિશા-નિર્દેશો અનુસાર બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેએ એસ.ટી. નિગમની બસો આવતીકાલ તા. ૨૦ મે-૨૦૨૦ થી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જિલ્લામાં સવારે-૮.૦૦ કલાકથી સાંજના ૬.૦૦ વાગ્યા સુધી ૬૫ એસ.ટી.બસો કુલ- ૪૨૪ ટ્રીપો કરશે. એસ.ટી.બસો શરૂ કરવાના નિર્ણયની બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેએ માહિતી આપતા જણાવ્યું કે, જીએસઆરટી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં બસની સુવિધા શરૂ કરવામાં આવશે. તાલુકાથી તાલુકા તેમજ તાલુકાથી જિલ્લા મથક સુધીની એસ.ટી.બસનું સંચાલન કરવામાં આવશે. માત્ર ઇ-ટિકીટ (મોબઇલ દ્વારા બુકીંગ) કરેલ મુસાફરો જ બસમાં મુસાફરી કરી શકશે. બસના રૂટોના સંચાલનમાં કોવિડ-૧૯ અંતર્ગ લેવાના થતાં સાવચેતીના પગલાં જેવા કે માસ્ક, સેનિટાઇઝેશન, થર્મલ સ્ક્રિનીંગની પણ એસ.ટી. દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. મુસાફરી કરતા લોકોને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરી સુરક્ષિત મુસાફરી કરવા કલેકટરશ્રીએ અપીલ કરી છે. તેમણે કહ્યું કે એસ.ટી. નિગમના આ નિર્ણયથી લોકોને આવાગમનની સુવિધા ઉપલબ્ધ થશે.
           અત્રે ઉલ્લેખનીય છે કે, કુલ-૪૨૪ ટ્રીપોમાં અંબાજી ડેપોની ૩૫, ડીસા- ૪૯, દિયોદર-૯૮,  પાલનપુર-૧૪૨, થરાદ ડેપોની-૧૦૪ ટ્રીપો કુલ- ૬૫ બસો દ્વારા કરવામાં આવશે.

No comments:

Post a Comment

Total Pageviews