લોક ડાઉન માં વીજ બિલ માફ કરવા માં આવે. પાલનપુર શહેર કોંગ્રેસ.                                   ---  - ------ -------  --------  ---છેલ્લા ત્રણ મહિનાથી સમગ્ર વિશ્વ    માં કોરોના એ કહેર વર્તાવ્યો છે ત્યારે ભારત દેશમાં પણ કોરોના વ્યાપી ગયો છે ગુજરાત રાજ્ય માં  પણ કોરોના એ કહેર વર્તાવ્યો છે ગુજરાત સરકારે 55 દિવસ માટે લોક ડાઉન જાહેર કર્યું છે તમામ રોજગાર બંધ છે લોકો ઘર માં છે પ્રજાજનો ની હાલત અત્યંત કફોડી બની છે ત્યારે પ્રજા ના પ્રશ્નો ને વાચા આપવા માટે લોક ડાઉન માં કોંગ્રેસ સાથે છે સરકાર માં યોગ્ય રજુઆત કરવા ની કોંગ્રેસ ની નીતી રહી છે આ સંદર્ભે માં લાંબા સમય ના લોક ડાઉન માં માર્ચ થી જૂન સુધી ના તમામ લોકો ના વીજ બીલ માફ કરવા માં આવે, નાના વેપારીઓ ના ધંધા ના વેરા માફ કરવા માં આવે, ખાનગી શાળાઓમાં પ્રથમ સત્ર  ની ફી માફ કરવા માં આવે. લાંબા ગાળા ના લોક ડાઉન માં કૃષિ ધિરાણ ની મુદત અને વ્યાજ ભરવા માટે ખેડૂતો પાસે રોકડ રકમ ની સગવડ ન હોઈ ત્યારે સરકાર ધિરાણ પરત કરવા ની મુદત માં વધારો કરવા ની સાથે ઓટો રીન્યુઅલ અમલ મા મૂકવા માં આવે અને વ્યાજ માફ કરવા માં આવે, આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ  સુરેશ પટેલે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં જરૂરિયાત મંદ સૌ લોકો ને સહાય પૂરી પાડવા માટે આજ રોજ બનાસ કાંઠા જીલ્લા ના કોંગ્રેસ પક્ષ ના તમામ આગેવાનો હાજર રહ્યા હતા જેમાં 
  કોંગ્રેસ જીલ્લા પ્રમુખ શ્રી દિનેશ ગઢવી , ધારા સભ્ય શ્રી મહેશ પટેલ , માયનોરિટી (લઘુમતી સેલ)કોંગ્રેસ જિલ્લા પ્રમુખશ્રી ઉસમાન પઠાણ ,  પાલનપુર શહેર કૉંગ્રેસ પૂર્વ પ્રમુખશ્રી મુકેશ ભાઈ ચૌહાણ  ,  બનાસ કાંઠા જીલ્લા પંચાયત સભ્ય શ્રી ઓ  રવિરાજ ગઢવી , જેન્તી ભાઈ પટેલ , જીલ્લા કૉંગ્રેસ મહામંત્રી શ્રી મોઘજી ભાઈ  ચૌધરી  પાલનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ચેનજી દેલવાડિયા , પાલનપુર શહેર  કોંગ્રેસ મહામંત્રીશ્રી રમેશ સોલંકી પાલનપુર શહેર કોંગ્રેસ પક્ષના તમામ નગર સેવકો સહિત આગેવાનો હાજર રહ્યા અને માનનીય મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવા માં આવ્યું. આ પ્રસંગે પાલનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ પટેલે આવેદનપત્ર કાર્યક્રમ માં હાજર રહેવા બદલ તમામ આગેવાનો નો આભાર વ્યક્ત કરેલ
અહેવાલ ફરીદ ખાન ચૌહાણ
 






 


 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment