થરાદ પ્રેસ કલબના પ્રમુખ પદે ફરી ભૂરાભાઈ રાજપુતની બિન હરીફ વરણી
-થરાદ તાલુકાના પત્રકારોને વીમા કવચ આપવાનો આવકાર્ય નિર્ણય
બનાસકાંઠાના થરાદ ખાતે પ્રેસ કલબની પૂન:રચના કરી પ્રેસ કલબ ઓફ થરાદનું સુકાન ફરી ભૂરા ભાઈ ઉર્ફે જગદીશસિંહ રાજપૂતને સોંપાયું છે.
બનાસકાંઠાના થરાદ શહેર સને તાલુકામાં કાર્યરત તમામ પત્રકારોની આજે રવિવારે થરાદના રેસ્ટ હાઉસ ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં ઉપસ્થિત તમામ પત્રકારોની સહમતીથી થરાદ પ્રેસ કલબની પૂન: રચના કરી પ્રેસ કલબના પ્રમુખપદે ફરીથી આજકી બાત ચેનલના મેનેજિંગ ડિરેક્ટર જગદીશસિંહ ઉર્ફે ભુરાભાઈ વી. રાજપૂતની સર્વાનુમતે બિન હરીફ વરણી કરાઈ હતી જ્યારે ખજાનચી /મંત્રી તરીકે જયપ્રકાશ પી.જોશીની નિયુક્તિ કરાઇ હતી. આ બેઠકમાં દરવર્ષે થરાદ પ્રેસ કલબના નવા હોદ્દેદારોની વરણી કરવા સાથે દર મહિને નિયમિત મિટિંગ યોજવા અને પત્રકારોને વીમા કવચનો લાભ આપવા જેવા મહત્વના નિર્ણયો પણ લેવાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત તમામ પત્રકારોએ થરાદ પ્રેસ કલબના પ્રમુખ ભૂરાભાઈ રાજપુત અને જયપ્રકાશ જોશીનું ફુલહાર પહેરાવી મોં મીઠું કરાવી શુભકામનાઓ પાઠવી થરાદ તાલુકામાં પત્રકારોના સંગઠનને મજબૂત બનાવવાનો નિર્ધાર કર્યો હતો ...
જીગ્નેશ ગજ્જર બ્યુરો ચીફ થરાદ બનાસકાંઠા





No comments:
Post a Comment