*પ્રેસનોટ*
**તા.૦૯ ૦૬ ૨૦૨૦*
* મંગળવાર *
---------------------------------------
* *છાપી પો..સ્ટે વિસ્તાર માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરની બોટલ તથા ટીન નંગ- ૪૬૫ કિ.રૂ- ૧,૨૦, ૮૪૦/- નો પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા*
----------------------------------------
💫 શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા
💫 *શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન હેઠળ
અ.હેડ.કોન્સ મિલનદાસ દિનેશભાઇ, વનાભાઈ તથા ડ્રા. પો. કો પ્રવિણભાઇ, રમેશભાઇ તથા નથ્થુભાઈ ની ટીમે છાપી પો.સ્ટે. વિસ્તારમાં પીલુચા નગાણા રોડ ઉપર ખાનગી વાહનમાં પ્રોહી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અમોને ખાનગી રાહે હકીકત મળેલ કે એક સફેદ રંગની રેનોલ્ડ કીવડ કંપનીની કાર નં.GJ01RP4774 જે રૂપાલ તરફથી આવી વિસનગર તરફ જાય છે તે કારમાં ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારૂ ભરેલ છે તથા સદર કારના આગળાના ભાગે એક મોટર સાયકલ જેનો નં.GJ08BK2805 નો છે ઉપરોકત કારની આગળના ભાગે ચલાવી તે કાર કોઇ પકડે નહી તે સારૂ તેનુ પાયલોટીંગ કરી રહેલ છે. જે હકીકતના આધારે નગાણા તથા પીલુચા ગામ વચ્ચે આવેલ સરસ્વતી નદીના પુલના દક્ષિણ તરફના છેડાના ભાગે રેનોલ્ડ કીવડ કાર નં.GJ01RP4774 ના ચાલક અકિલસિહ જેતુસિહ રાજસિહ વાઘેલા રહે.મોટી ભાખર તા.દાંતીવાડાવાળા તથા મોટર સાયકલ ઉપર પાયલોટીંગ કરતા પ્રવિણસિહ વખતસિહ વાઘેલા રહે.રામનગર તા.દાંતીવાડા તથા ગોવિદસિહ સજેસિહ વાઘેલા રહે.રામ નગર તા. દાંતીવાડાવાળા એકબીજાના સાથે મળી રાજસ્થાનના ધનોલ ખાતે આવેલ દારૂની દૂકાન ઉપર થી મંગળસિહ રાજપુત નામના ઇસમની મદદગારીથી ગે.કા.વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો દારૂ તથા બિયર બોટલ તથા ટીન કુલ નંગ-૪૬૫ કીરૂ.૧,૨૦,૮૪૦/- નો કીવડ કાર નં.GJ01RP4774 કીરૂ.૩,૦૦,૦૦૦/- માં રાખી હેરાફેરી કરી તેનુ મોટર સાયકલ નં.GJ08BK2805 કીરૂ.૨૫૦૦૦/- ઉપર પાયલોટીંગ કરી તથા મોબાઇલ નંગ-૦૨ કીરૂ. ૧૦૦૦/- ના રાખી સદર દારૂ તથા બિયરનો જથ્થો વિષ્ણુજી લવજીજી ઠાકોર રહે.આથમણોવાસ,ઉમીયા માતાના મંદીરના સામે, વિસનગરવાળાને આપવા જતા પ્રોહી નાકાબંધી દરમ્યાન ઉપરના ચાલક તથા પાયલોટીંગ કરનાર ત્રણ ઇસમો કુલ રૂ.૪,૨૪, ૩૪૦/- ના મુદામાલ સાથે પકડાય જઇ જે તમામ ઇસમો એક બીજાના મેળાપીપણાથી રાજસ્થાન રાજયમાંથી ગુજરાત રાજ્યમાં દારૂ ઘુસાડવાનું ષડયંત્ર રચી ગુનો કરેલ હોઇ મારી તેઓના વિરૂધ્ધ પ્રોહી ક.૬૫એઇ,૧૧૬(બી),૮૧,૮૩,૯૮(૨) મુજબ ધોરણસર છાપી પો..સ્ટે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.





No comments:
Post a Comment