પાલનપુર તાલુકાના બાદરપુરા(કા) ગામમાં બાળાપીર ની ધાર્મિક જગ્યા ને લઈને બન્ને સમાજો વચ્ચે તર્ક-વિતર્ક સર્જાયા...
૨૦ ઘરના લોકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં વહીવટી તંત્રના અધિકારીઓ ઘોર નિંદ્રામાં .
પાલનપુર તાલુકાના બાદરપુરા કાલુસણ ગામમાં આવેલ બાળાપીર ની ધાર્મિક સ્થળ ની બાબતમાં બંને મુસ્લિમ સમાજ દ્વારા વિખવાદ સર્જાતા જાગૃત નાગરિકો દ્વારા અનેકવાર તંત્રના અધિકારીઓને જાણ કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર બાદરપુરા કાલુંસણ ગામના સરપંચ મોહમ્મદ શરીફ ભાઈ હબીબ અને ડેપ્યુટી સરપંચ, તલાટીની મીલીભગતને કારણે ગામમાં આવેલ બાળાપીર ની ધાર્મિક સ્થળ પર તબ્લિદી સમાજના વધારે જૂથ ધરાવતા લોકોએ ગેરકાયદેસર દબાણ કરતા વિખવાદો સર્જાયો છે આ વિખવાદમાં ગામના સૂત્રોના જણાવ્યા અનુસાર સરપંચ તલાટીની મીલીભગતમાં હોવાનું પણ સામે આવ્યું છે જ્યારે ગામના ધાર્મિક સ્થળ જેનો સર્વે નંબર 306 નવો તથા જુનો સરવે નંબર 150 પૈકી 2 વાળી ૧૩ ગુંઠા વાળી જમીન આવેલી છે આ જમીનમાં વચ્ચેના ભાગે માં બાળાપીર નું ધાર્મિક સ્થળ આવેલ છે અને તેની દક્ષિણ દિશાએ મોટી પાર્ટી દ્વારા ગેરકાયદેસર મસ્જિદ બનાવવામાં આવી છે તેમાં નાની મોટી પાર્ટી કોઈ મનદુઃખ થયેલું હોવાથી જાગૃત નાગરિકો દ્વારા ઉરચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે ત્યારે ગામના સરપંચ દ્વારા ધાર્મિક સ્થળો પર આવેલો વૃક્ષો કોઈ પણ મંજૂરી વગર પણ સરપંચ તલાટીની મીલીભગતમાં કારણે વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે અને પોતાનો કબજો કરવામાં આવ્યો છે ત્યારે જાગૃત નાગરિકો દ્વારા મીડિયા ની જાણ કરતા મીડિયા કર્મી સરપંચને મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે સરપંચે જણાવ્યું કે અમારા ગામમાં કોઈ પણ પ્રકારના બંને મુસ્લિમ સમાજો વચ્ચે વિખવાદ ચાલતો નથી અને વૃક્ષ આપવાની બાબતમાં ચોખ્ખો ના પાડી દેવામાં આવ્યો છે જે વૃક્ષો ભારે વાવાઝોડાને કારણે નમી પડતાં તેમને ખસેડવામાં આવ્યા છે જ્યારે ગામના લોકોએ એવું જણાવ્યું છે કે સરપંચ અને તલાટીની મિલીભગતને કારણે બાળાપીર ની સ્થળ પર આવેલા વૃક્ષો જીસીબી લાવીને સ્થળ ઉપરથી દૂર કરવામાં આવે છે અને ગામમાં બંને અલગ-અલગ સમાજમાં વિખવાદ ઉભો કરવાનું મુખ્ય કારણ ગામના સરપંચ પોતે છે તેવું ગામ સૂત્રોએ જણાવ્યું છે.
અહેવાલ ફરીદ ખાન ચૌહાણ






No comments:
Post a Comment