Post Top Ad
Translate
Wednesday, July 1, 2020
પાલનપુર મા દુષિત પાણી પીવા મજબુર લોકો.પાલિકાનું બહેરૂ તંત્ર નથી સાંભળતું.
પાલિકાનું બહેરૂ તંત્ર નથી સાંભળતું....
લોકડાઉનમાં પૈસે થી પાણી ખરીદવા મજબુર લોકો.....
પાલનપુરના ભક્તોની લીંબડી, સલાટ વાસ વિસ્તારોમાં દૂષિત પીવાનું પાણી આવતા રહીશો લોકડાઉનના કપરાં સમયમાં રૂપિયા ખર્ચી પાણી પીવા મજબૂર બન્યા છે.
પાલનપુર ભક્તોની લીંબડી અને સલાટ વાસ વિસ્તારોમાં પીવાનું પાણી દૂષિત આવતાં રહીશો અકળાઈ ઉઠ્યા છે નગર પાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી છેલ્લા ત્રણ ચાર દિવસથી દુર્ગન્ધ યુક્ત આવતાં રહીશો લોકડાઉનમાં પીવાના પાણી માટે પૈસા ખર્ચી રહ્યા છે પાલિકાની આળસવૃત્તિથી નગરજનોને મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવ્યો છે.
જોકે વિસ્તારમાં ગટરોની સફાઈ સમયસર ના થતા ગટરો ઉભરાઈ જવાથી પીવાના પાણીમાં ગટરના પાણી મિક્ષ થતાં રહીશોને મુશ્કેલીઓ પડી રહી છે પાલિકાના બહેરા તંત્ર સુધી વારંવાર રજૂઆતો છતાં દૂષિત પાણીની સમસ્યાનો કોઈ જ નિકાલ આવ્યો નથી.
પીવાના દૂષિત પાણી થી અકળાઈ ઉઠેલા સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ પાલિકા તંત્ર પર રોષ ઠાલવ્યો હતો અને પાલિકાના પાપે પોતે મુશ્કેલીઓ ભોગવી રહ્યાની જણાવ્યું હતું જોકે સમગ્ર મામલે વિસ્તારના સ્થાનિક નગર પાલિકા સભ્ય સમક્ષ પણ દૂષિત પાણીના પ્રશ્ને રહીશોએ પોતાની વ્યથા રજૂ કરવા છતાં સમસ્યા અધ્ધરતાલ જ જોવા મળી રહી છ
એક તરફ દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે પાલનપુરના વિસ્તારોમાં ગંદકી અને દૂષિત પાણીથી લોકો ગંભીર રોગના ભરડામાં છપડાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે પાલિકા તંત્ર ક્યારે પોતાની આળસ ખંખેરી લોકોની સમસ્યા દૂર કરે છે એ જોવું રહ્યું.
Tags
બનાસકાંઠા# 
      
Share This 
About EDITOR:- ફરીદખાન ચૌહાણ
બનાસકાંઠા
Labels:
બનાસકાંઠા






No comments:
Post a Comment