*બોટાદ માં યુવતીઓ ને હેરાન કરતા શખ્શો ને કાયદાના પાઠ ભણાવતી ૧૮૧ અભ્યમ ટીમ*
અરૂણોદય ન્યૂઝ .
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા
બોટાદ માં અભ્યાસ કરતી યુવતી કોલ કરી જણાવેલ કે કોઇ વ્યક્તિ બસ સ્ટેશન માં યુવતીઓ ના છુપાઈ ને વીડિયો ઊતારે છે.જેથી મદદ ની જરૂર છે. જેથી બોટાદ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ટીમ ને જાણ થતાં કાઉન્સેલર પરમાર હીના ,મહિલા કોન્સ્ટેબલ પૂજાબેન તથા પાયલોટ હરેશભાઈ સ્થળ ઉપર પોહેચેલ ને યુવતીઓ સાથે વાતચીત કરી શાંત્વના આપી. તેમજ તેઓ સાથે પરામર્શ કરતા જાણવાં મળેલ કે તેઓ બોટાદ અભ્યાસ કરે છે તેઓ આજુ બાજુ નાં ગામડાં માંથી ઉપડાઉન કરે છે. તેઓ બસ સ્ટેશન માં ઊભા હોય ત્યારે આ આવારા વ્યક્તિ દ્વારા તેઓ સામે ખરાબ નજરે જોતો હોય તેમજ તેઓ નો વીડિયો છુપાઈ થી ઉતારવામાં આવતો હતો જે બાબતે અન્ય યુવતી જોઈ જતા તે વ્યકિત નો ફોન લઈ ને ફોન તપાસ કરતા તે યુવતીઓ નો વીડિયો ઉતારેલ હતો. જેથી ૧૮૧ અભ્યમ ટીમ દ્વારા તે વ્યકિત નો ફોન તપાસ કરતા હકીકત માં ફોન માં વિડિયો હોય જેથી ટીમ દ્વારા તે વ્યકતિ ને કડક શબ્દ માં કાયદાકીય માહિતી આપી કાયદાનું ભાન કરાવેલ તેમજ તે યુવતીઓ દ્વારા જણાવેલ કે તેઓ ને તે વ્યક્તિ વિરોધ કાયદાકિય કાર્યવાહી કરવી છે જેથી અન્ય યુવતિઓ ને પણ હેરાન ના કરે જેથી ટીમ દ્વારા યુવતીઓ ને મહિલા પોલીસ સ્ટેશન માં લઈ જઈ ને થાણા અધિકારી આર.એમ.ચૌહાણ સાહેબ ને બનાવ અંગે જાણ કરી તેમજ યુવતીઓ ને મુલાકાત કરાવી ત્યારબાદ યુવતીઓ ની ઇચ્છા મુજબ મહિલા પોલીસ સ્ટેશમાં અરજી કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ ૧૮૧ ટીમે રોમિયોગિરી કરતા વ્યક્તિ ને કાયદાના પાઠ ભણાવી પ્રશસનીય કામગીરી કરવામાં આવેલ હતી .
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા






No comments:
Post a Comment