દાંતીવાડા સરકારી આઇ.ટી.આઇ.માં
પ્રવેશ મેળવવા ઓનલાઇન અરજી કરો
અરૂણોદય ન્યૂઝ.
ઔધોગિક તાલીમ સંસ્થા, દાંતીવાડાના આચાર્યશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, આઇ.ટી.આઇ. દાંતીવાડા ખાતે એન.સી.વી.ટી. એફીલીએટેડ કોર્ષ જેવા કે, મિકેનિક ડીઝલ એન્જીન, કોમ્પ્યુ.ટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (કોપા), વેલ્ડર ટ્રેડમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા હાલમાં ચાલુ છે તો પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારોને તેનો લાભ લેવા અનુરોધ છે.
એસ.સી., એસ.ટી. ઓ.બી.સી. અને જનરલ વર્ગના ઉમેદવારોને સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ સ્ટાઇપેન્ડ, સાયકલ અને બસ પાસનો લાભ મળશે તેમજ ધોરણ-૧૦ પછી બે વર્ષનો કોર્ષ અને અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરનાર ધોરણ-૧૨ સમકક્ષ ગણાશે અને આઇ.ટી.આઇ.નો કોર્ષ પૂર્ણ કર્યા પછી ડિપ્લોમા અને ડિપ્લોીમા પછી ડિગ્રી એન્જિનિયરીંગમાં પ્રવેશ મેળવી શકાય છે. આ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે સરકારી આઇ.ટી.આઇ. દાંતીવાડાનો સંપર્ક કરવા જણાવાયું છે.






No comments:
Post a Comment