સુપ્રસિદ્ધ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શ્રાવણ માસ મંગળવાર નિમિત્તે તારીખ 31ઓગસ્ટ2021 ના રોજ શ્રીકષ્ટભંજનદેવદાદા ને દિવ્ય શણગાર કરવામાં આવ્યો તેમજ જન્માષ્ટમી નિમિત્તે રાસ ગરબા સાથે નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ઉજવવામાં આવ્યો
અરૂણોદય ન્યૂઝ
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
સુપ્રસિદ્ધ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શ્રાવણ માસ મંગળવાર નિમિત્તે તારીખ 31ઓગસ્ટ2021 ના રોજ શ્રીકષ્ટભંજનદેવદાદા ને દિવ્ય શણગાર કરી આરતી સવારે 05:30 કલાકે શ્રી પુજારી સ્વામી તથા શણગાર આરતી સવારે 7:00 કોઠારી સ્વામી શ્રી વિવેકસાગર દાસજી ના દ્વારા કરવામાં આવી હતી
શ્રી કૃષ્ણ જન્મોત્સવ (જન્માષ્ટમી)નિમિત્તે તારીખ 30ઓગસ્ટ2021 ના રોજ શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભારે ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી મંદિરના પટાંગણમાં ધ બ્લેક બેન્ડ-સિગર કલ્પેશ ગોસ્વામી ના તેમજ નીલકંઠ ભગતના કંઠે રાસ ગરબાની સંગાથે" નંદ ધેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી "ઉદધોષની સાથે રાત્રે 12:00 કલાકે કૃષ્ણ જન્મોત્સવ ની આરતી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી તેમજ કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી તથા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)શ્રી કૃષ્ણ જન્મોત્સવની સર્વને શુભેચ્છાઓ પાઠવી હતી આ દિવ્ય દર્શનનો લાભ અનેક ભક્તોએ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*









No comments:
Post a Comment