પોષણ અભિયાન અંતર્ગત વડગામ ખાતે વાનગીઓની
હરીફાઈ અને પોષણ જાગૃતિ રેલીનું આયોજન કરાયું
અરૂણોદય ન્યૂઝ.
કુપોષણ નાબૂદી માટે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેદ્રભાઈ મોદી દ્વારા વર્ષ-૨૦૧૮ના રોજ રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન શરૂ કરાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે વાનગી હરીફાઈ અને પોષણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહેનો દ્વારા બનાવાયેલી વિવિધ વાનગીઓનુ નિર્દશન કરવામાં આવ્યું હતું.
પોષણ માસ અંતર્ગત સગર્ભા માતાઓ અને તેમના બાળકોમાં પોષણ અંગેની જન જાગૃતિ લાવવા માટે માતાઓ, બહેનો અને કિશોરીઓ દ્વારા ટેક હોમ રાશનમાંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી. સહી પોષણ દેશ રોશનની થીમ પર આધારીત આંગણવાડીઓ દ્વારા નિયમિત પોષણ આહાર આપવામાં આવે છે. કુપોષણ ભગાવો.... જેવા વિવિધ સુવિચારોના ચાર્ટ બનાવી ઉપસ્થિત માતા-બહેનોને પોષણ આહારની સમજ આપી જાગૃતિ રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સારી સંખ્યમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોષણ જાગૃતિ અંગેના સ્લોગ પોસ્ટરો, ચાર્ટ અને રંગોળી બનાવી હતી.








No comments:
Post a Comment